________________
૧૨૩
૨
R
પકિસ્તાનના એક અનેરા ખેલાડીની આ વાત છે. આ ખેલાડીનું
નામ છે અઝીમ હાફીઝ. એણે ૧૯૮૪માં ભારતીય ટીમના પાકિસ્તાનના પ્રવાસમાં લાહોરની પહેલી જ ટેસ્ટમાં ભારતને મુશ્કેલીમાં મૂકી દીધું. પાકિસ્તાનની ટીમમાં ઇમરાનખાન અને સરફરાઝ નવાઝ જેવા ચુનંદા ઝડપી ગોલંદાજો નહોતા, તેમ છતાં પાકિસ્તાનના એકવીસ વર્ષના ડાબોડી મધ્યમ ઝડપી ગોલંદાજ અઝીમ હાફીઝે ભારતના બૅટ્સમેનોને મૂંઝવી નાખ્યા.
એક હાથનું આક્રમણ
લાહોરની પ્રથમ ટેસ્ટના પ્રથમ દાવમાં અઝીમ હાફીઝે નાખેલા તોંતેર દડા ભારતને માટે તબાહી લાવનારા બન્યા. ત્રીજા દિવસના લંચ પછી નાંખેલા આ તોંતેર દડામાં ભારતની છ-છ વિકેટો ઊખડી પડી. મૅચનો આખો તખ્તો પલટાઈ ગયો. અઝીમ હાફીઝની દસમી ઓવરમાં સુનિલ ગાવસ્કર આઉટ થયો. અને જ્યારે ચોતરફ એવી વિચારણા ચાલતી હતી કે ગાવસ્કર પોતાની એકવીસમી અને પાકિસ્તાનની સામે છઠ્ઠી સદી ક૨શે ત્યારે હાફીઝના દડામાં એ સ્ક્વેર લેગ પર સલિમ મલિકના હાથમાં ઝિલાઈ ગયો.
દસમી ઓવ૨માં સુનિલ ગાવસ્કરનો ઘા તાજો જ હતો ત્યાં જ હાફીઝની તેરમી ઓવરમાં એકતાલીસ ૨ને વેંગસરકર વિકેટકીપર અશરફઅલીના હાથમાં ઝિલાઈને આઉટ થયો. હાફીઝની પંદરમી ઓવરમાં સંદીપ પાટિલ અને સોળમી ઓવરમાં રવિ શાસ્ત્રી આઉટ થયા. આ બંને મુંબઈગરા ખેલાડી એક પણ રન કરી શક્યા નહીં. આમ, માત્ર છત્રીસ દડામાં હાફીઝે ચાલીસ રનનો જુમલો વટાવના૨ા ગાવસ્કર અને વેંગસરકરને
~_
-
K
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org