________________
PRESIDIO SF
શોર્ટ પુટ સ્પર્ધામાં ભાગ લેતો બિલ નિર
સમય એવો આવ્યો કે બિલ નિદરે ગોળાફેંકન વિશ્વના સૌથી મહાન ખેલાડી પેરી બ્રિયાનને હરાવ્યો.
૧૯૬૦ની રોમ ઑલિમ્પિકમાં બિલ નિદર વિશ્વવિજેતા બન્યો અને સુવર્ણચંદ્રક મેળવી ગયો. સોળ રતલનો ગોળો વીસ મીટરથી વધારે દૂર ફેંકી શકનાર નિદર જગતનો પ્રથમ ખેલાડી બન્યો. એણે ૬૫ ફૂટ અને ૧૦ ઇંચ જેટલા અંતર સુધી ગોળો ફેંક્યો. ખૂબીની વાત તો એ છે કે ગોળો વીંઝતી વખતે એ સૌથી વધુ તાકાત પોતાના જમણા પગમાંથી પેદા કરતો હતો કે જે પગને માટે દાક્તરોએ કહ્યું હતું કે એ અક્કડ જ રહેશે અને જિંદગીભર નકામો બની રહેશે !
Jain Education International
l
* ક્ Ö{~~
For Private & Personal Use Only
૧૨૫
alle +lche
www.jainelibrary.org