________________
૨૭
હિનમે તે નિદર
૧૨૪
બિલ નિદરને ફૂટબૉલનો ઘણો શોખ. ૧૯૩૩ના ઑગસ્ટની
દસમી તારીખે જન્મેલો આ ખેલાડી ૨૨૫ રતલની મજબૂત કાયા ધરાવતો હતો. કેન્સાસ યુનિવર્સિટી તરફથી એ ફૂટબૉલ ખેલતો હતો અને અમેરિકાની ફૂટબૉલ ટીમ તરફથી રમવાની તક મળે તેવી ઘણી શક્યતાઓ હતી.
એક વાર ફૂટબૉલ ૨મતાં રમતાં જમણા પગના ઘૂંટણે ગંભીર ઈજા થઈ. હાડકું ભાંગી નાંખે તેવા દડાને રોકવા જતાં એના ઘૂંટણ પર એવી ગંભીર ઈજા થઈ કે પોતાના ઢીંચણથી એ ચાલવા માટે તદ્દન અશક્ત થઈ ગયો. એના ઘૂંટણ પર એક પછી એક ઑપરેશન કરવામાં આવ્યાં, પણ સહેજે સફળતા ન મળી. એનો જમણો પગ ઘણો અક્કડ થઈ ગયો. એ ફરીથી કદાપિ ફૂટબૉલ ખેલી શકશે નહીં, એમ કહેવામાં આવ્યું. સામાન્ય માણસ તો પોતાની આ અશક્તિ જોઈને નસીબનો દોષ દેતો માથે હાથ દઈને બેસી રહે પણ બિલ નિદર આવો માનવી ન હતો. એ આવી કોઈ અશક્તિના બહાના હેઠળ જીવવા માગતો ન હતો.
એક વાર એ ખેલકૂદની જુદી જુદી સ્પર્ધાઓ જોઈ રહ્યો હતો. એણે ખેલાડીઓને ચક્ર વીંઝતાં અને ગોળો ફેંકતાં જોયા. એને થયું કે પોતે આવી રમતમાં ભાગ લઈ શકે ખરો ? એ તો તરત જ મેદાન પર ગયો અને ગોળો વીંઝવા લાગ્યો. જેમ જેમ એ ગોળો વીંઝવા લાગ્યો તેમ તેમ એનો જમણા પગનો અક્કડ ઘૂંટણ સહેજ સહેજ વળવા લાગ્યો. દાક્તરોએ તો કહ્યું હતું કે આ ઘૂંટણ સહેજે વળશે નહીં, પણ ધીરે ધીરે જમણા પગનો ઘૂંટણ વળતો જોઈને નિદર વધુ ને વધુ પ્રયત્ન કરવા લાગ્યો. એક
* K
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org