SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ YORK એક પણ મૅચ ગુમાવી નહીં. ઘાયલ તો ઘણી વાર થયો, પણ ઈજાને ગણકારે કોણ ? આ ચૌદ વર્ષમાં ત્રણ વાર માથા પર દડો વાગ્યો. એક વાર કોણીનું હાડકું ભાંગી ગયું. એક વાર હાડકું તૂટતાં ઑપરેશન કરાવવું પડ્યું. ચાર વખત જમણા હાથની ટચલી આંગળીનું હાડકું તૂટી ગયું. બીજે વખતે બીજી છ આંગળીનાં હાડકાં તૂટી ગયાં. જમણા પગના અંગૂઠાનું હાડકું તૂટયું. જમણો ખભો ભાંગ્યો. લો ગેરિગ ઘણી વાર વાના દર્દને કારણે કેડ રહી ગઈ. આમ છતાં ઈ. સ. ૧૯૨૫ની પહેલી જૂનથી ૧૯૩૯ની ત્રીસમી એપ્રિલ સુધી લો ગેહરિંગ સતત ૧૨૩ ૨૧૩૦ મોટી લીગ-મૅચ રમ્યો. જ્યાં સુધી બેઝબૉલ ખેલાશે, ત્યાં સુધી લો ગેરિગનો સતત ખેલવાનો વિક્રમ અણનમ રહેશે. Jain Education International માત્ર સાડા ત્રણ ફૂટની ઊંચાઈ ધરાવતો જોબી મેથ્યુ વિકલાંગોની સ્પર્ધામાં કુસ્તીબાજ તરીકે જાણીતો છે. આર્મરેસલિંગની સ્પર્ધામાં અનેક આંતરરાષ્ટ્રીય ચંદ્રકો મેળવનાર જોબી મેથ્યુએ અપંગો માટેની ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં વિજય મેળવ્યો છે. રાજ્યશાસ્ત્ર અને કાયદાશાસ્ત્રના આ સ્નાતક અરબી સમુદ્રમાં પાંચ કિલોમીટર સુધી તરી શકે છે અને એણે • વિશ્વના અનેક દેશોમાં પોતાના કસાયેલા સ્નાયુઓના ખેલોથી સૌને દંગ કરી દીધા છે. આજે એ ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનમાં નોકરી કરે છે. *****1 $< For Private & Personal Use Only અપંગનાં ઓજસ www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy