________________
૧૨૨
૨૯
રમતનો શણોસંગ
R
જડો અને તગડો છોકરો. બેઝબૉલની રમત રમે. આ ૨મત એવી કે એમાં સહેજે ઢીલાશ ચાલે નહીં. આ જાડો છોકરો વારંવાર ભૂલ કરે. સામાન્ય બાબતમાં થાપ ખાઈ જાય. ભૂલ એની અને ભોગવવી પડે એની ટીમને. એક વાર તો એણે મોટી ભૂલ કરી. એની ભૂલને લીધે વિરોધી ટીમને વિજયનો ૨ન મળી ગયો.
એની ટીમનો એક સાથી એની પાસે આવ્યો. હાથમાં પહેરેલાં ગ્લોવ્ઝ એના તરફ ફેંકીને બોલ્યો,
“ભગવાનની ખાતરેય તું આ ૨મત ખેલવી છોડી દે. તું દરેક વખતે ટીમને હાર અપાવે છે.”
જાડા છોકરાએ જવાબ વાળ્યો,
“તમારી વાત સાચી છે કે મારાથી ભૂલ થઈ ગઈ, પણ રોજ આ રીતે એક ભૂલ ઓછી કરતો જઈશ અને બેઝબૉલની રમતમાં કંઈક સારો દેખાવ કરી શકીશ.'
આ પછીય આ છોકરાને વારંવાર ઠપકા મળ્યા, પણ એનાથી મૂંઝાયા વિના એ મહેનત કરતો જ રહ્યો. એક દિવસ એણે ધારી સફળતા મેળવી પણ ખરી. વારંવાર ભૂલ કરનારો, ઢીલો, જાડો ખેલાડી ખડક જેવો મજબૂત બન્યો. અમેરિકાના ચુનંદા બેઝબૉલ ખેલાડીઓમાં આ છોકરાનું નામ ગાજવા લાગ્યું. એનું નામ હતું લો ગેહરિંગ.
આ પછી તો લો ગેરિંગ ચૌદ વર્ષ સુધી બેઝબૉલની મોટી મોટી લીગ-સ્પર્ધાઓમાં રમ્યો, આટલાં વર્ષ દરમ્યાન ધાયલ થવાને કા૨ણે એણે
~**
* X
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org