________________
માત્ર ૧૩ વર્ષની નાની વયે બેથની હેમિલ્ટનની આંખોમાં ધંધાદારી સર્ફર બનવાની તમન્ના ઝળકતી હતી. નિશાળમાં હતી ત્યારથી જ એણે સર્ફિંગની સ્પર્ધાઓમાં ભાગ લેવા માંડ્યો. એના પિતા વેઇટર હતા અને મા ભાડે આપેલાં મકાનોમાં સાફસફાઈનું કામ કરતી હતી. આમ છતાં તેઓ પુત્રીને તેના આ શોખમાં પ્રોત્સાહન આપતા હતા. હવાઈ ટાપુના ક્વાઇડ બીચના દરિયાકિનારે ૨૦૦૩ની ૩૧મી ઑક્ટોબરે સવારના ૬-૪૦ની આસપાસ મિત્રોની સાથે બેથની સર્ફિંગ કરવા માટે દરિયામાં પડી અને થોડા જ વખતમાં એનાં લોહીથી દરિયાનું પાણી લાલ થઈ ગયું. એના પર શાર્ક માછલીએ હુમલો કર્યો હતો અને એનો એક હાથ શાર્ક માછલી લઈ ગઈ હતી. એ પછી એના મિત્રો એને દરિયામાંથી કિનારે લાવ્યા. એને સારવાર આપવામાં આવી.
સહુએ કહ્યું કે હવે સર્ફિંગ કરવાના એના દિવસો પૂરા થઈ ગયા છે, પરંતુ એણે સર્ફિંગ કરવાનું નક્કી કર્યું અને થોડા સમયમાં જ ફરી પરિવારજનો સાથે એણે સર્ફિંગ શરૂ કર્યું. ૨૦૦૪માં એણે પોતાની આત્મકથા ‘સોલ સર્ફર’ લખી. એની સાથોસાથ એન્ટરટેઇનર તરીકે એણે કામગીરી શરૂ કરી, નવલકથા અને બાળવાર્તાઓ લખવાનું શરૂ કર્યું અને હજી પણ સર્ફિંગની સ્પર્ધાઓ ચાલતી હોય, ત્યારે એ ચારેક અઠવાડિયાં એમાં ભાગ લે છે. બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને ઑસ્ટ્રેલિયાના દરિયાકિનારે તે સર્ફ કરી ચૂકી છે. જોકે સર્ફિંગ માટે એને સૌથી વધુ પ્રિય હવાઈ ટાપુનો દરિયાકાંઠો છે. ૨૦૦૪માં એને બેસ્ટ કમબૅક એથલેટ્સ (રમતમાં પુનરાગમન કરનાર શ્રેષ્ઠ ખેલાડી)નો એવૉર્ડ મળ્યો હતો અને આજે પણ નૅશનલ સર્ફિંગ ચૅમ્પિયનશિપમાં એ આગળના મે સ્થાન ધરાવે છે.
***
Jain Education International
*
For Private & Personal Use Only
|૪| ane lehe
www.jainelibrary.org