________________
“મારા જોઈ શકતા વિરોધી કુસ્તીબાજોને આવો લાભ થાય છે, એમ હું માનતો જ નથી. ખરેખર તો પ્રથમ દાવ અજમાવનાર કરતાં પ્રથમ સકંજામાં લેનાર વધુ ફાવે છે.” કેવો દૃઢ આત્મવિશ્વાસ ! બ્રેડલેને જેવો વિરોધી કુસ્તીબાજનો સ્પર્શ થાય કે એના ઉપર પૂરી તાકાતથી તૂટી પડે છે. એ સીધેસીધો જ એને ઝબ્બે કરવા પ્રયત્ન કરે છે. દાવ ચુકાવીને લાંબા સમય સુધી ખેલતા રહેવાનું એને પસંદ નથી.
ele <lehle
એક વાર વિરોધી કુસ્તીબાજ ઝડપાય એટલે એને હરાવે જ છૂટકો. બ્રેડલે ઝડપથી એક પછી એક પેંતરા રચવા માંડે. હજી સામેનો કુસ્તીબાજ એક પેંતરાની પરેશાનીમાંથી છૂટે, એ પહેલાં તો બીજા પેંતરામાં સપડાઈ ગયો હોય. બ્રેડલે એટલી ઝડપથી કુસ્તી ખેલે છે કે ઘણાને તો શંકા જાગે છે કે આ છોકરો ખરેખર અંધ ખરો ? કે પછી બધાની બનાવટ કરે છે ?
કુસ્તી શરૂ થાય, પછી તે અટકળે સામા કુસ્તીબાજને શોધી કાઢે છે. એ પોતાનો વિરોધી ક્યાં ઊભો છે એ જોઈ શકતો તો નથી, પણ એનો ૧૨૦ અવાજ પણ સાંભળી શકતો નથી. આનું એક કારણ એ છે કે બ્રેડલે પ્રેક્ષકોનો એટલો બધો માનીતો છે કે એ જેવો આવે કે સહુ કોઈ જોશથી હર્ષનાદ કરીને વધાવે છે. બ્રેડલે કુસ્તી ખેલતો હોય, ત્યારે એનાં માતાપિતા, બે ભાઈ અને બે બહેનો હાજર જ હોય. એ બધાં આંખથી બ્રેડલેની બહાદુરીને નિહાળે છે.
બ્રેડલેની સામે કુસ્તી ખેલનારા કહે છે કે બ્રેડલે લોખંડી પકડ ધરાવે છે. એક વાર એ બરાબર દાવ અજમાવવા માંડે પછી અજગરની માફક ભરડો લેતો જાય છે. એડવર્ડ બ્રેડલેના તાલીમબાજનું નામ છે ગેરાલ્ડ બકવર્થ. એમના કહેવા મુજબ આ બાર વર્ષનો છોકરો કુસ્તીના નવા નવા દાવ શીખવા રોજ ઉત્સુક હોય છે.
ગુરુ ગેરાલ્ડ બકવર્થ પોતાના શિષ્યની વિશેષતા બતાવતાં ગૌરવથી કહે છે : “એ કદી પણ એની અંધાપાની નબળાઈની વાત કરતો જ નથી. એ યોગ્ય રીતે કુસ્તી ખેલે છે અને હવે તો આ બાર વર્ષનો છોકરો એકેએક દાવપેચનો પૂરો માહિતગાર બની ગયો છે.”
**
For Private & Personal Use Only
Jain Education International
K
www.jainelibrary.org