________________
| મારી ના
IN
અંઘ મુક્કાબાજ
ઈગ્લેન્ડની સીઝર રોડની હાઇસ્કૂલમાં એડવર્ડ બ્રેડલે નામનો વિદ્યાર્થી અભ્યાસ કરે. નિશાળમાં આ બાર વર્ષનો બ્રેડલે હોશિયાર વિદ્યાર્થી તરીકે જાણીતો છે. એથીય વધુ એક અચ્છા કુસ્તીબાજ તરીકે સહુનો માનીતો છે, પણ નવાઈની હકીકત એ છે કે આ કાબેલ કુસ્તીબાજ તદ્દન અંધ છે !
માત્ર નવ વર્ષની વયે બ્રેડલેએ બંને આંખો ગુમાવી. જન્મથી એક આંખમાં મોતિયો હતો. એની એક આંખમાંથી તેજ વિલીન થતાં એ આંખે દેખાતું સાવ બંધ થઈ ગયું. આ પછી એડવર્ડ બ્રેડલે બાલ્ટીમોરમાં આવેલી અંધજનો માટેની મેરીલેન્ડ સ્કૂલમાં દાખલ થયો. વ્યાયામના શિક્ષકે એને કુસ્તીની વાત કરી. એના રોમાંચક દાવપેચની વાત કરી. બીજી કસરતની પેઠે બ્રેડલેએ કુસ્તી કરવી શરૂ કરી.
કુસ્તીમાં તો એક પછી એક દાવ અજમાવે જવાના હોય, પણ અહીં તો જ્યાં કુસ્તીબાજ જ દેખાય નહીં, ત્યાં વળી દાવ અજમાવવા કોના પર ? પણ પરિસ્થિતિથી હારીને પાછા પડવાનું તો બ્રેડલેના લોહીમાં ન હતું.
એણે એક યુક્તિ ખોળી કાઢી. કુસ્તી શરૂ થાય ત્યારે બંને હાથ સીધા આગળ રાખે. વિરોધી કુસ્તીબાજ એની હથેળીને અડકે એટલે બ્રેડલેનું કામ પત્યું ! બ્રેડલે તરત જ જાણી જાય કે એ ક્યાં ઊભો છે. - કુસ્તીમાં પહેલો ઘા સવાલાખનો ગણાય. પ્રથમ દાવ અજમાવનાર આરંભથી જ વિરોધીને બરાબર સપડાવી મૂકે. બ્રેડલે કુસ્તીબાજને જોઈ શકે નહીં, ત્યાં વળી વિરોધી પર પ્રથમ દાવ અજમાવે કેવી રીતે ? પણ બ્રેડલેને આનો સહેજે શોક નથી. એ તો કહે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org