________________
ખેલાડીએ સતત ત્રણ અને એ અગાઉની “સમયવિહોણી ટેસ્ટ'*ની એક સદી એમ સતત ચાર ટેસ્ટ સદી સર્જીને પોતાની મર્દાનગીનો પરિચય આપ્યો. મૂંઝવણથી મહાત ન થાય તે જ સાચો મર્દ ને ! * ઈ. સ. ૧૯૩૮-૩૯માં દક્ષિણ આફ્રિકામાં ખેલાયેલી ઇંગ્લેન્ડ અને દક્ષિણ
આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ આરામના દિવસો બાદ કરતાં પૂરા દસ દિવસ ચાલી હતી. ૧૯૩૯ની ત્રીજી માર્ચે શરૂ થયેલી આ ટેસ્ટમેરા ચૌદમી માર્ચે અનિર્ણાત (ડ્રો) જાહેર કરવામાં આવી. મૅચ બંધ રાખવાનું કારણ એ હતું કે જો મૅચ આગળ ચાલે તો ઇંગ્લેન્ડની ટીમ સ્વદેશ જવા રવાના થનારું જહાજ ચુકી જાય તેમ હતી ! ક્રિકેટના ઇતિહાસમાં ‘ટાઇમલેસ ટેસ્ટ' તરીકે જાણીતી આ ટેસ્ટમૅચ સૌથી લાંબો સમય ખેલાયેલી ટેસ્ટમૅચ છે.
અપંગનાં ઓજસ |
૧ ૯૪૦ની ૧૨મી જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં જન્મેલો રિચર્ડ ચાર્લ્સ મોન્ચ છગ્ગા લગાવવાના શોખીન ઝડપી ગોલંદાજ તરીકે જાણીતો હતો. પોતાની વિશાળ લીલવૂડ હાઇસ્કૂલની ફર્સ્ટ ઇલેવનના સુકાની તરીકે એણે બે વર્ષ સુધી ટીમની આગેવાની કરી. ૧૭ વર્ષના મો– કલકત્તાના ધોમધખતા તાપમાં અને એજબાસ્ટનની કડકડતી ઠંડીમાં સાહસપૂર્ણ ઝડપી ગોલંદાજી કરી. એના આઉટ સ્વિંગર બેટ્સમેનોને મૂંઝવતા હતા અને એ પીચ પડ્યા પછી દડાની એવી “મૂવમેન્ટ કરતો કે ખિલાડી થાપ ખાઈ જતો. એની પત્ની લૉરેટા પણ કેન્ટરબરી મહિલા ટીમની ઝડપી જમોડી ગોલંઘજ અને જોરદાર ફટકા લગાવતી બૅટ્સમેન હતી. પરંતુ બીમારીને કારણે એ ન્યૂઝીલેન્ડની ટીમમાં સ્થાન પામી શકી નહીં. ન્યૂઝીલેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌપ્રથમ 100 વિકેટ ઝડપનાર રિચર્ડ ચાર્લ્સ મોન્ઝને કરોડરજ્જુના અમુક મણકામાં રોગ લાગુ પડ્યો તેને પરિણામે એનું શરીર ઝડપી ગોલંદાજી માટે સક્ષમ રહ્યું નહીં. આમ છતાં એણે પોતાના ક્રિકેટના કસબ દ્વારા વિરોધી ટીમને હંફાવવાનું ચાલુ રાખ્યું. એની ક્રિકેટ-કારકિર્દીના છેલ્લા અઢાર મહિના એણે લગભગ વિકલાંગ અવસ્થામાં ગાળવા પડ્યા. તે દરમિયાન ટેસ્ટ ક્રિકેટની ૧૦૦ પૈકી છેલ્લી ચોવીસ વિકેટો એણે કફોડી શારીરિક હાલતને હિમ્મતથી ઓળંગીને હાંસલ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org