SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સમયે લારવૂડ અને વોસની ઝડપી ગોલંદાજીની જોડીએ ! ક્રિકેટની દુનિયામાં ઝંઝાવાત મચાવ્યો હતો. ભલભલા ! બેટ્સમેન એમની ગોલંદાજીથી ડરતા હતા, પણ એલન | મેલવિનને તો સૌથી વધુ મજા જ ઝડપી ગોલંદાજને જોશભેર ફટકારવામાં આવતી હતી. એ જગતની અત્યંત ઝડપી ગોલંદાજની જોડી સામે મેદાને પડ્યો. એના અંગૂઠાનું હાડકું તૂટ્યું હતું, આમ છતાં આવી એલન મેલવિલ અત્યંત ઝડપી ગોલંદાજી સામે નેવું મિનિટમાં સદી કરી ! આ પછી દક્ષિણ આફ્રિકા તરફથી ૧૯૩૮૩૯ની ટેસ્ટ શ્રેણીમાં સુકાની તરીકે ઇંગ્લેન્ડ સામે પગ અને સાથળની ઈજા સાથે રમ્યો. આમાં પણ ટેસ્ટશ્રેણીની “સમયવિહોણી ટેસ્ટ' તરીકે જાણીતી છેલ્લી ટેસ્ટમાં તો એલન મેલવિલે સદી કરી ! વિશ્વયુદ્ધના સમયમાં મેલવિલને વળી એક આફત ઘેરી વળી. એક વાર પડી જતાં પીઠના દુખાવાનું પુરાણું દર્દ ઊખળી આવ્યું. પીડાનો તો પાર નહીં. સતત અગિયાર મહિના સુધી એને સ્ટીલનું જેકેટ પહેરવું પડ્યું. એની કપરી દશા જોનાર સહુને લાગ્યું કે મેલવિલ હવે કદી પણ ખેલી શકશે નહીં. પણ એ માત્ર ક્રિકેટ ખેલ્યો એટલું જ નહીં, પરંતુ ઈ. સ. ૧૯૪૭માં દક્ષિણ આફ્રિકાની ટીમના સુકાની તરીકે ઇંગ્લેન્ડના પ્રવાસે ગયો. પરેશાની સાથે એને પાકો નાતો હતો. ફરી આંગળીનું હાડકું તૂટી ગયું. સાથળમાં મચકોડ આવ્યો હોવાથી પીડા થતી હતી. પણ મેલવિલ તો મોજથી ખેલ્યો. ટ્રેન્ટિબ્રિજની ટેસ્ટમાં ૧૮૯ અને ૧૦૪ રન (અણનમ) કર્યા. પછીની લૉઝની ટેસ્ટમાં ૧૧૭ રન કર્યા. આમ ઘાયલ અપંગનાં ઓજસ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy