________________
૧૧૭
૪
R
દક્ષિણ આફ્રિકાનો એલન મેલવિલ. ભારે મર્દાનગીવાળો બૅટ્સમેન હતો. ગમે તેવી પરિસ્થિતિમાં મૂંઝાય નહીં. ગમે તેવી ગોલંદાજીથી ગભરાય નહીં.
જવાંમર્દ મેવિલ
એ દક્ષિણ આફ્રિકાના નાતાલ રાજ્યમાંથી ઇંગ્લૅન્ડના ઑક્સફર્ડમાં આવ્યો. એ અગાઉ કદી ‘ટર્ફ' વિકેટ પર ક્રિકેટ રમ્યો ન હતો. અહીં તો બધે જ ટર્ફ વિકેટ. પણ આનાથી સહેજે મૂંઝાયા વગર એલન ખેલવા લાગ્યો.
પ્રથમ મૅચમાં અણનમ રહીને એકસો ને બત્રીસ રન કર્યા. સહુ મોંમાં આંગળાં નાખી ગયા ! પછીની કેન્ટ પરગણા સાથેની મૅચમાં ઑક્સફર્ડની ટીમ તરફથી ૭૮ ૨ને ‘રન આઉટ' થયો. એ પછીની યૉર્કશાયર પરગણા સામેની મૅચમાં ૧૧૮ રન કર્યા. એની રમવાની છટા સુંદર, એની ૨ન કરવાની શક્તિયે અનેરી ! ૧૯૩૧માં એલન મેવિલની આગેવાની હેઠળ ઑક્સફર્ડ યુનિવર્સિટીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટીમ પર ભવ્ય વિજય મેળવ્યો.
ટર્ફ વિકેટથી સહેજે ન મૂંઝાનારા મેલવિલ ૫૨ બીજી આપત્તિ આવી. એક મોટર-અકસ્માતમાં એની પીઠના ત્રણ મણકા તૂટી ગયા અને એનાથી ઘણી અણધારી આફત આવવા લાગી. આ પછીનાં વર્ષોમાં અનેક નાનીમોટી મુશ્કેલીઓ આવતી રહી. એની હાંસડી (ગળા પાસેનું હાડકું) ભાંગી ગઈ. ઍપેન્ડિક્સનું ઑપરેશન કરાવવું પડ્યું. ૧૯૩૫માં એ સસેક્સની કાઉન્ટી ટીમ તરફથી ખેલતો હતો. આ
K
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org