SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ એની આ વાતને અશક્ય ગણીને સહુએ હસી કાઢી. પરંતુ ઝીમીએ | તો ઝંપલાવ્યું. ભૂખ, થાક અને ઝડપી સામા પ્રવાહનો સામનો કરતો આલ્બનીથી ન્યૂયૉર્ક સુધીનું ૧૪૭ માઈલનું અંતર પાર કરી ગયો. આવી આશ્ચર્યજનક સિદ્ધિ સર્જનારા ચાર્લ્સ ઝીમી લાંબા અંતરના તરવૈયા તરીકે વિશિષ્ટ તો એ માટે છે કે એને એક પણ પગ ન હતો ! બાળપણમાં જ બંને પગ કપાવી નાખવા પડ્યા હતા. એક પણ પગ વિનાના ચાર્લ્સ ઝીમીએ બે કાંડાંના બળે જ આવી અપ્રતિમ સિદ્ધિ મેળવી. ૨૦૦૬માં ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી મૂક-બધિરો માટેની ઓલિમ્પિકમાં માત્ર ૧પ૦૦ આદિવાસીઓની વસ્તી ધરાવતા ગુજરાતના સુરત જિલ્લાના માંડવી તાલુકાના સાલૈયા ગામના મૂક-બધિર યુવાન શૈલેષ નવીનભાઈ ચૌધરી વિશ્વમાં દસમા ક્રમે આવ્યા. અત્યંત કપરી આર્થિક પરિસ્થિતિ ધરાવતા શૈલેષ ચૌધરીએ કછોલીની મૂક-બધિર શાળામાં દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો, પરંતુ એની વિશેષતા એ હતી કે એ જુદી જુદી રમતોમાં કૌશલ્ય દાખવી શકતો હતો, ઊંચો-કૂદકો, લાંબો-કૂદકો અને ગોળા-ફેંક જેવી ખેલકૂદની વિવિધ રમતોમાં કુશળ શૈલેષ ચૌધરી વૉલીબોલ અને ટેબલ ટેનિસ પણ એટલી જ ક્ષમતાથી રમી શકે છે. એને મૂક-બધિર સ્પર્ધામાં રાષ્ટ્રીય કક્ષાએ બે સુવર્ણચંદ્રક અને બે રજત ચંદ્રકો પ્રાપ્ત થયા છે તથા મુંબઈ, પુણે, ઇન્દોર, દિલ્હી જેવાં શહેરોમાં યોજાયેલા રમતોત્સવોમાં ભાગ લીધો છે. એક મૂક-બધિર આદિવાસી વિસ્તારના યુવાને અથાગ પ્રયત્ન કરીને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. અપંગનાં ઓજસ છે ? A 1 ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy