________________
૨૩
જીવી જાણનાશ
૧૧૪
અમેરિકાના ચાર્લ્સ ઝીમીને બાળપણમાં તરવાની રઢ લાગી. ગમે તે થાય, પણ તરવું ને તરવું જ. જ્યાં જ્યાં તરવાનું શીખવા માટે ગયો ત્યાંથી જાકારો જ મળ્યો.
સહુ કહે, “મફતની માથાકૂટ મૂકી દે. તું તારી જિંદગીમાં કદી પણ તરી શકીશ નહીં.”
ચાર્લ્સે ઝીમી નિરાશ ન થયો. ઠેર ઠેર ફર્યો, વિનંતી કરી, તરવાનું શીખવવા માટે આગ્રહ કર્યો.
આખરે માંડ-માંડ એક સ્નાનાગારમાં તરવાની પરવાનગી મળી. મનમાં દૃઢ નિરધાર હતો કે ગમે તે થાય પણ તરવું.
ધીરે ધીરે ચાર્લ્સ ઝીમી તરવા લાગ્યો. એક દિવસ એણે લાંબા અંતરના તરવૈયા તરીકે નામ કાઢ્યું.
સતત એક્યાસી કલાક તરીને ચાર્લ્સ ઝીમીએ વિશ્વવિક્રમ સ્થાપ્યો. આટલી સિદ્ધિથી એને નિરાંત ન થઈ. થોડા સમયમાં હોનોલુલુમાં સતત એકસો કલાક તરીને નવો વિક્રમ સર્જ્યો.
એક દિવસ ચાર્લ્સ ઝીમીએ જાહેર કર્યું કે તે ઝડપી પ્રવાહવાળી હડસન નદીના સામા પ્રવાહમાં તરશે. હડસન નદીમાં નાના-નાના ધોધ ઘણા. વળી બરફ પીગળે એટલે આ નદીમાં ભારે પૂર આવે. મોજાં એટલાં ઊંચાં ઊછળે કે નાની હોડીઓના તો ભુક્કા બોલી જાય. આ નદી એટલે જાણે નાનો સાગર. ચાર્લ્સ ઝીમીએ નક્કી કર્યું કે આલ્બનીથી ત૨વાનું શરૂ ક૨શે અને છેક ન્યૂયૉર્ક સુધી પહોંચશે.
~_
K
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org