SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ એક વાર એ ૧૨૫ રતલ વજન ઊંચકવા જતાં દીવાસળીની માફક એનો | ડાબો હાથ તૂટી ગયો. વારંવાર હાડકું ભાંગી જાય, પણ કોનોલી તો સહેજ સાજો થાય કે પાછો ફરી તાલીમ લેવાનું શરૂ કરે. આવા કોનોલીએ નકામા ડાબા હાથમાંથીય તાકાત ઊભી કરી. એણે હથોડાફેંકમાં ત્રણ વાર વિશ્વવિક્રમ રચ્યા. ૧૯૫ડની ઑલિમ્પિકમાં એણે સુવર્ણ ચંદ્રક મેળવ્યો. આ પછી હર્નિયાનું ઑપરેશન કરાવ્યું અને એ જેવો સાજો થયો કે તરત જ તાલીમ લેવા માંડ્યો. આ સમયે એના ડાબા ખભા પર ભારે વેદના થતી. દર વખતે એ હથોડાનો ગોળો વીંઝે અને એના ખભાનું હાડકું ખસી જતું. આમ છતાં ૩૦ વર્ષની વયે આ અણનમ રમતવીરે ૧૯૬રમાં ૨૩૧ ફૂટ, અને ૧૦ ઇંચ જેટલે અંતરે ગોળો ફેંકીને નવો વિશ્વવિક્રમ રચ્યો. ૧૯૬૫માં એથીય વધુ અંતરે ગોળો ફેંકીને નવો વિક્રમ સર્યો. - સોળ પાઉંડ વજનનો ધાતુનો ગોળો બે હાથે ઉપાડવો પણ મુશ્કેલ બને, ત્યારે કોનોલીની આ કામયાબી તો એક હાથની છે. ઇતિહાસના શિક્ષક કોનોલીએ શારીરિક મર્યાદાને ઓળંગીને રમતની દુનિયામાં એક |૧૧૩. નવો જ ઇતિહાસ રચ્યો. અપંગનાં ઓજસ તિ બાવીસ માઈલ લાંબી કેટલિના ચેનલને બંને બાજુથી તરીને પાર કરવાનો સૌપ્રથમ વિક્રમ નોંધાવનારી એક મહિલા છે. ૧૯૫૮ના ઑક્ટોબર માસમાં ગ્રેટા એન્ડરસન નામની ત્રીસ વર્ષની ગૃહિણીએ આ સિદ્ધિ મેળવી. કુલ ૪૪ માઈલ પાર કરવા માટે એ ર૭ કલાક, પ૩ મિનિટ અને ૨૮ સેકન્ડ સુધી તરતી રહી. આવું લાંબુ તરનારી નારીના જીવનની આશ્ચર્યભરી હકીકત ‘એ છે કે, એણે આ સિદ્ધિ મેળવી તે પહેલાં છ વર્ષ અગાઉ વાના સખત દુ:ખાવાને કારણે એ એના પગ હલાવી-ચલાવી શકતી ન હતી ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy