SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ અપંગનાં ઓજસ | હથોડાનો ગોળો ફેંકતો હેરલ્ડ કોનોલી એના વાદળી રંગના અમેરિકન યુનિફોર્મમાં એનો લબડતો ડાબો હાથ જોઈ શકાતો ન હતો. હકીકતમાં એના જમણા હાથ કરતાં એનો ડાબો હાથ બે તૃતીયાંશ જેટલો જ હતો. બાળપણમાં તેર વખત આ ડાબો હાથ ભાંગી ગયો હતો. એ ક્યારેય બરોબર સાજો થયો ન હતો. સતત પક્ષાઘાત થયો હોય તેવી એ હાથની હાલત હતી. સામાન્ય માણસ આ મુશ્કેલીથી ડરી જાય. એ જીવનભર ડાબા હાથને ભારે જતનથી જાળવવા પ્રયત્ન કરે. એ હાથે સહેજે વજન ન ઉઠાવે. પરંતુ હેરલ્ડ કોનોલીએ તો એ જ હાથે જુદી જુદી કસરતો કરવા માંડી. વજન ઊંચકવા માંડ્યું. પોતાના એ હાથમાં તાકાત આવે એ માટે ખૂબ પરિશ્રમ કરવા લાગ્યો. ઘણી વાર ડાબા હાથનાં હાડકાં તૂટી ગયાં. K Jain Education International ~** For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy