________________
ક
-
.
- પ્રિભt
મૂક્યો. આંખ સહેજ આકાશ | ભણી માંડી અને ઈશ્વરને પ્રાર્થના કરી. આ પછી કોનોલીએ સહેજ પાછળ નમીને પૂરા જોશથી ચાર ફૂટ લાંબી સાંકળ ઘુમાવીને ગોળ વીંઝયો. સોળ પાઉન્ડનો ગોળો એક જોરદાર અવાજ સાથે છૂ ટયો. એક લાખની માનવમેદની મૌન બની
ગઈ. વાદળી આકાશમાં હથોડાફેંકની તેયારી કરતો હેરલ્ડ કોનોલી
તરતા સફેદ વાદળમાં જાણે
ગોળો તરી રહ્યો ન હોય ! આખરે એ ૧૦ પાઉન્ડનો ગોળો પડ્યો.
એક લાખની માનવમેદની હર્ષભરી ચિચિયારી કરી ઊઠી. કોનોલીના - મુખ પરથી ગોળો વીંઝવાની મહેનત કરતાં આવેલી સખતાઈ દૂર થઈ. હું હાસ્યનું મોજું ફરી વળ્યું. વિજયના આનંદમાં એણે હાથ ઊંચો કર્યો. હથોડાનો એ ગોળો ૨૦૭ ફૂટ અને ૩.૭૫ ઇંચ જેટલે દૂર ફેંકી ચૂક્યો હતો.
વિરાટ જનમેદની સમક્ષ સુવર્ણચંદ્રકના પ્રદાનની વિધિ થઈ. કોનોલીના જમણા હાથમાં સુવર્ણચંદ્રક ઝૂલતો હતો. એની જમણી બાજુ પણ રશિયન ખેલાડી હતો. એની ડાબી બાજુ પણ રશિયન ખેલાડી ઊભો હતો. એ બંને રશિયન ખેલાડીઓને બીજું અને ત્રીજું ઇનામ મળ્યું હતું.
છ ફૂટ ઊંચો, વિશાળ ખભાવાળો, ૨૨૪ રતલ વજનનો મજબૂત દેહ ધરાવનારો કોનોલી ૧૮ ઇંચના બાવડાં ધરાવતો હતો. એનો જમણો હાથ ભારે મજબૂત હતો. કોઈ એની સાથે હાથ મિલાવે અને જોર બતાવવા જાય તો જોર બતાવવા જનારની ભારે બૂરી હાલત થતી. પરંતુ
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org