________________
૧૧૦
૨૨
&
ઈ. સ. ૧૯૫૬. મેલબોર્નમાં ઑલિમ્પિક સ્પર્ધ ખેલાઈ રહી
હતી. આમાં હથોડાફેંકની સ્પર્ધા અત્યંત રોમાંચક બની રહી હતી.
લિમ્પિકના ઇતિહાસમાં હથોડાફેંકની આટલી રોમાંચક સ્પર્ધા અગાઉ કદી ખેલાઈ ન હતી. રશિયાનો મિબાઇલ ક્રિવોનોસોવ મેદાને પડ્યો હતો. એક વારનો એ વિશ્વવિજેતા હતો. એની સાથે એક બીજો રશિયન ખેલાડી પણ પૂરજોશથી આગળ વધી રહ્યો હતો. એનું નામ હતું એંતોલી સમોસ્ક્વેતોવ. આ સાથે અમેરિકાનો હેરલ્ડ કોનોલી પણ મેદાનમાં હતો. અગાઉના વર્ષે જ કોનોલીએ એક નવો વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો.
હિંમતે મર્દા
ઑલિમ્પિક સ્પર્ધાના રોમાંચક વાતાવરણમાં સૌની મીટ હથોડાફેંકની રમત ૫૨ મંડાયેલી હતી. પ્રથમ રાઉન્ડમાં એન્નોલીએ કમાલ કરી. એણે ૩૦૩ ફૂટ અને ૯ ઇંચ જેટલે દૂર હથોડાનો ગોળો ફેંક્યો. ઑલિમ્પિકના વિક્રમ કરતાં આ અંતર છ ફૂટ વધારે હતું ! આ પછી યુરોપિયન ચૅમ્પિયન ક્રિવોનોસોવે લોખંડનો ગોળો વીંઝ્યો અને તે ૨૦૬ ફૂટ અને ૯.૫ ઇંચ જેટલે દૂર પડ્યો. ત્યારબાદ અમેરિકાના બોસ્ટનમાં ઇતિહાસના શિક્ષક તરીકે કામગીરી બજાવતા કોનોલીએ સાત ફૂટના વર્તુળમાંથી હથોડાનો ગોળો વીંઝ્યો, પણ તે પંદર ઇંચ પાછળ રહ્યો. આખરે કોનોલી પાંચમી વાર હથોડાફેંક માટે આવ્યો. એને માટે કપરો સમય આવી પહોંચ્યો હતો. પોતાની અગાઉ બંને રશિયન ખેલાડીઓ ઑલિમ્પિક વિક્રમ નોંધાવી ચૂક્યા હતા. એને માટે માત્ર બે જ તક બાકી હતી.
એક લાખની માનવમેદનીની નજ૨ કોનોલી ૫૨ ઠરી હતી. એણે પોતાનો ડાબો હાથ હથોડાના હાથા પર મૂક્યો. જમણો હાથ હથોડા પર
~*
K
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org