SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ હતો. અને ત્યાર બાદ દોડ પૂરી થવાના ત્રણ ‘લેપ’ બાકી હતા ત્યારે મરે હાલબર્ગે અત્યંત વેગથી દોડવા માંડ્યું. જાણે દોડ પૂરી કરવાને ‘ફિનિશિંગ લાઇન'ની પાસે ન હોય ! એની આ ઝડપે બીજા હરીફોને ચકિત કરી દીધા. એણે એ ‘લેપ’ ૬૧.૧ સેકન્ડમાં પૂરો કર્યો. બીજા હરીફો કરતાં હાલબર્ગ વીસ મીટર આગળ નીકળી ગયો. પૂર્વ જર્મનીનો હરીફ ગ્રોડોન્ઝકી અને પોલેન્ડનો ઝીમની બંને હાલબર્ગની પાછળ પૂરા જોશથી દોડ્યા, પરંતુ હાલબર્ગને વટાવી શક્યા નહીં. ૫૦૦૦ મીટર દોડનો આખરી તબક્કો આવ્યો. હાલબર્ગ થાકી ગયો હતો. એનું માથું ઘૂમતું હતું અને એક એક ફાળ ભર્યું એના પગ વધુ ને વધુ થાક અનુભવતા હતા. પોતાના હરીફોને પાછળ રાખવા માટે એણે મરણિયો પ્રયાસ કર્યો. બીજી બાજુ હરીફો હાલબર્ગને આંટવા પૂરા જોશથી ધસતા હતા. એક સમયે હાલબર્ગ વીસ મીટર આગળ હતો, પણ એની સરસાઈ ધીમે ધીમે ઘટવા લાગી. પંદર મીટર, દસ મીટર અને પછી હરીફોથી દસ મીટરથીય ઓછું અંતર રહ્યું. પણ અંતે પોતાની પછીના હરીફ પૂર્વ જર્મનીના ગ્રોડોત્ઝકીથી મરે હાલબર્ગ આઠ મીટ૨ ૧૦૯ આગળ રહ્યો અને વિજેતા બન્યો. એનું આયોજન સફળ થયું. એણે ઑલિમ્પિક પાંચ હજાર મીટરની દોડની સ્પર્ધાનાં વિશ્વવિક્રમ સ્થાપ્યો. મરે હાલબર્ગના વિજયને પ્રતિકૂળ સંજોગો સામે મેળવેલા અનોખા વિજય તરીકે સહુએ વધાવી લીધો. બિહારના રણજી ટ્રોફી ખેલાડી અંજન ચૅટર્જીને ૧૯૭૫માં અર્જુન એવૉર્ડ એનાયત થયો. ભારતના રાષ્ટ્રપતિએ અંજન ચેટર્જીને આ એવોર્ડ એનાયત કર્યો, ત્યારે રાષ્ટ્રપતિએ આપેલા અભિનંદનનો જવાબ અંજન ચેટર્જીએ ફક્ત સ્મિતથી આપ્યો. આનું કારણ એ છે કે, અંજન ચેટર્જી મૂંગો અને બધિર ખેલાડી છે. ૧૯૭૦થી અંજન ચેટર્જીએ રણજી ટ્રોફી મૅચોમાં મધ્યમ ઝડપી ગોલંદાજ તરીકે ખેલવાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો. *** 1 Jain Education International For Private & Personal Use Only *%[e Flehle www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy