SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ હતો કે કપરા માર્ગની આ દોડને લીધે એના ચહેરા પર નિર્બળતા કે હતાશા આવે છે ખરી ? પરંતુ જેમ આ કપરી દોડ આગળ ચાલતી ગઈ તેમ મરે હાલબર્ગના ચહેરા પર વધુ ને વધુ મક્કમ નિરધાર તરવરતો લાગ્યો. જેવી આ લાંબી કપરી દોડ પૂરી થઈ કે તરત જ થાકને લીધે મરે હાલબર્ગ ઢગલો થઈ ગયો, પરંતુ એ લીડીયાર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો. પોતાના નિર્બળ અને અશક્ત ડાબા હાથને કારણે હાલબર્ગને દોડવામાં થોડી મુશ્કેલી આવતી હતી, પરંતુ એનાથી એ ડગ્યો નહીં. લીડીયાર્ડની તાલીમ પણ અગ્નિપરીક્ષા જેવી હતી. અઠવાડિયામાં એકસો માઈલ દોડવાની એ તાલીમ આપતા હતા. મરે હાલબર્ગે મહેનત કરવામાં પાછું વાળીને જોયું નહીં. છ વર્ષ પહેલાં જે મરે હાલબર્ગને રગ્બી ટીમમાંથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું, એ જ મરે હાલબર્ગ ૧૯૫૬ની મેલબોર્ન ઑલિમ્પિકમાં ન્યૂઝીલેન્ડ તરફથી દોડવીર તરીકે ગયો. એણે ૧૫૦૦ મીટરની દોડમાં ભાગ લીધો. મરે હાલબર્ગ આમાં અગિયારમા સ્થાને ૧૦૮ આવ્યો પરંતુ એને કોઈ હતાશા થઈ નહીં. એક કારણ એ પણ હતું કે મહાન તાલીમબાજ લીડીયાર્ડ હંમેશાં કહેતા કે તેઓ આ દોડવીરને ૧૯૬૦ની ઑલિમ્પિક માટે તૈયાર કરી રહ્યા છે. લાંબા સમયની તૈયારી પછી જ ખેલાડીને માટે વિજયની શક્યતા જોતા હતા. ૧૯૫૮માં કૉમનવેલ્થ ગેઇમ્સ રમાઈ. આમાં મરે હાલબર્ગે પ000 મીટરની દોડમાં ભાગ લીધો અને સુવર્ણચંદ્રક મેળવ્યો. પરંતુ કૉમનવેલ્થ ગેઇમ્સ એ કંઈ ઑલિમ્પિક ગેઇમ્સ નથી. એને માટે તો વધુ તૈયારી અને સજ્જતા કેળવવી પડે. દોડવીર હાલબર્ગ અને કોચ લીડીયાર્ડ બંને આના આયોજનમાં લાગી ગયા. એમણે એવું વિચાર્યું કે દોડનો છેલ્લો “લેપ” બાકી હોય તે અગાઉ એકાએક ખૂબ ઝડપથી દોડવું. જે સમયે બીજા દોડવીરો પોતાની અનામત તાકાત પર દોડી રહ્યા હોય. ૧૯૬૦ની રોમ ઑલિમ્પિકની ૫૦૦૦ મીટરની દોડનો પ્રારંભ થયો. ૧૦૦૦ મીટરની દોડ પૂરી થઈ ત્યારે મરે હાલબર્ગ હરીફોમાં | છેલ્લો હતો. ૨૦૦૦ મીટરની દોડ પૂરી થઈ ત્યારે મરે હાલબર્ગ પાંચમો અપંગનાં ઓજસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy