SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Thir Rી ની ૨૦ મહેનતનો જાદુ નિશાનબાજીની દુનિયામાં હંગેરીના કાલ ટેકાસ અમર નામના ધરાવે છે. એક સમયે એમ મનાતું કે ઈ. સ. ૧૯૪૦માં જાપાનમાં થનારી | ઑલિમ્પિક સ્પર્ધામાં કાર્લી ટેકાસ જરૂર વિજયી બનશે, પરંતુ એવામાં વિશ્વયુદ્ધ થતાં ટેકાસની ઇચ્છા અધૂરી રહી. ઑલિમ્પિક સ્પર્ધા મુલતવી રહી. ટેકાસને ખેલના મેદાનને બદલે યુદ્ધના મેદાનમાં જવું પડ્યું. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. ફરી ઑલિમ્પિક સ્પર્ધાની તૈયારી થવા લાગી. ટેકાણે ફરી વિજય મેળવવા માટે પુરુષાર્થ શરૂ કરી દીધો. ઑલિમ્પિકનો સુવર્ણચંદ્રક ટેકાસને માટે એટલો આસાન ન હતો. સિદ્ધિનો રસ્તો સાવ સરળ હોતો નથી. ઑલિમ્પિક સ્પર્ધા શરૂ થાય એ અગાઉ ટેકાસને એક અકસ્માત નડ્યો. આ મોટર-અકસ્માતમાં ટેકાસ ગંભીર ઈજા પામ્યો. એમાં એનો જમણો હાથ વધુ ઘાયલ થયો હતો. એ હાથ કપાવી નાખવો પડ્યો. ટેકાસ જ્યારે હૉસ્પિટલની બહાર નીકળ્યો, ત્યારે માત્ર એક જ હાથ ધરાવતો હતો. પિસ્તોલની નિશાનબાજીમાં બે હાથની ખૂબ જરૂર પડે. ટેકાના મિત્રોએ તો માન્યું કે હવે ઑલિમ્પિક | સ્પર્ધાની વાત તો દૂર રહી, પણ ટેકાસ નિશાનબાજી પણ કરી શકશે નહિ . એના ઘરનાં લોકો દુઃખી થઈ ગયાં. સાથીઓને નિરાશા સાંપડી, પણ ટેકાસ એની આશાઓને આટલી જલદી નિરાશામાં પલટાવા દે તેવો માનવી ન હતો. એનું મન કહેતું હતું કે જીવન વિજેતાને ઘડતું નથી, | વિજેતા જીવનને ઘડે છે. સાચો ખેલાડી કદી સંજોગોનો શિકાર બનતો નથી. સંજોગો એને ઘડતા નથી, એ સંજોગોને ઘડે છે. એ ચૂપચાપ ઘર છોડીને નીકળી ગયો. કોઈએ તો માન્યું કે ટેકાસ હતાશા જીરવી શક્યો નહીં. ૧૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy