________________
વિકલાંગતાને કારણે બરાબર કામગીરી બજાવી નહીં શકો તો તમને ! નોકરીમાંથી રુખસદ આપવામાં આવશે.
આફતો સામે ઝઝૂમીને પડકાર ઝીલનારા ચંદુલાલ ભાટીએ એ પડકાર ઝીલી લીધો. એટલું જ નહીં, પણ જુદી જુદી સરકારી કચેરીઓમાં નિષ્ઠા અને ખંતથી કામ કર્યું. ૧૯૮૧માં ગુજરાતના એ સમયના રાજ્યપાલ શ્રી ચાંડીના હસ્તે એમને ઉત્કૃષ્ટ સરકારી કર્મચારીનો એવૉર્ડ મળ્યો.
જ્યારે સક્ષમ કર્મચારીઓ પણ આવો એવૉર્ડ મેળવી શકતા નથી, ત્યારે વિકલાંગતા ધરાવનાર વ્યક્તિએ આ એવોર્ડ મેળવીને સમાજને બતાવ્યું કે જો હૃદયમાં હિંમત અને મનમાં મહેનત કરવાની વૃત્તિ હોય તો વ્યક્તિ જીવનમાં પ્રગતિની હરણફાળ ભરી શકે છે.
ચંદુલાલનું તન અપંગ હતું, પણ મન અડીખમ હતું અને તેથી એણે વિચાર કર્યો કે હિમાલય પર પર્વતારોહણ કરવું અને ચાર વખત એ હિમાલય પર પર્વતારોહણ કરી આવ્યા અને બહાદુરી માટેના ચંદ્રક પ્રાપ્ત કર્યો.
રાજ્યકક્ષાની અપંગો માટેની સ્પર્ધામાં ચંદુલાલ સદાય મોખરે રહ્યા. ૧૦૩ એમણે આઠ સુવર્ણચંદ્રક અને ૧૨ રજત ચંદ્રક અને ૨૬ કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત | જ કર્યા છે. આજે ગૃહસ્થ જીવન જીવનારા ચંદુલાલને એક પુત્ર અને એક ફ્રિ પુત્રી પણ છે. માત્ર પોતાના જ સુખનો વિચાર કરવાને બદલે ચંદુલાલ | બીજાના સુખનો વિચાર કરે છે અને એથી જ અપંગોની અનેક સંસ્થાઓમાં સેવા આપીને અપંગો માટેની હેલ્પલાઇન પણ ચલાવે છે અને આજે તો વિકલાંગ વ્યક્તિઓને વધુ ને વધુ તક મળે, વ્યવસાય મળે અને જીવનમાં પ્રગતિ કરી શકે એ ચંદુલાલ ભાટીનું ધ્યેય બની ગયું છે. આમ ગરીબાઈ, વિકલાંગતા અને મૂંઝવણોનો સામનો કરીને ચંદુલાલ સ્વયં અન્ય વિકલાંગો માટે આદર્શરૂપ બની ગયા છે.
અપંગનાં ઓજસ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org