________________
•
એક જ માં
અપંગનાં ઓજસ ! હું
રાજ્યપાલ શ્રી કે. એમ. ચાંડીના હસ્તે ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ
વિકલાંગ કર્મચારીનો એવૉર્ડ મેળવતો ચંદુલાલ ભાટી ટૂંઠા હાથે ચંદુ ચરખો ચલાવતાં શીખવા લાગ્યો. શરૂઆતમાં તાર જોડતાં ન ફાવે, પણ ધીરે ધીરે એય આવડી ગયું. પછી પ્રાયમસ સળગાવતાં પણ શીખી ગયો, ચા બનાવતા પણ આવડી ગઈ. સંચાથી સિવણકામ પણ કરવા લાગ્યો. એને ચિત્ર દોરવાનો શોખ જાગ્યો. બે પૂંઠા હાથ વચ્ચે આબાદ પીંછી ભરાવીને ચિત્ર દોરવા માંડ્યો.
સખત પરિશ્રમ કરીને ૧૯૭૬માં ચંદુલાલ ભાટીએ ૬૫ ટકા ગુણ સાથે એસ.એસ.સી. અને ત્યારબાદ ૧૯૭૮માં એચ.એસસી.ની પરીક્ષા પસાર કરી. આગળ અભ્યાસ કરવાની એની અદમ્ય ઇચ્છા હતી; પરંતુ આર્થિક સ્થિતિને કારણે કોઈ નોકરી શોધવી પડે એમ હતું. ૧૯૭૯માં અમદાવાદના જિલ્લા પંચાયતમાં એમને એ શરતે નોકરી મળી કે જો
Wકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org