________________
૪
૧૮
પંગુમાંથી પ્રેણામૂર્તિ
લાંબી સાધનાને અંતે પોતાની મહેચ્છા પૂરી થાય ત્યારે કેવા
અનુભવ થાય ? વર્ષોની સતત મહેનત અને મથામણને અંતે ખેલાડી જગતની સર્વોત્તમ સ્પર્ધા ગણાતી ઑલિમ્પિક-સ્પર્ધામાં વિજય મેળવે ત્યારે એ આનંદનો ઊભરો ઘણી વાર આંખમાંથી આંસુની ધારા દ્વારા પ્રગટ થતો હોય છે. ખેલાડીઓ હથેળીમાં મોં છુપાવીને ધ્રુસકે ને ધ્રુસકે રડતા હોય છે.
૧૯૫૬ની મેલબોર્ન ઑલિમ્પિકમાં મહિલાઓની એકસો મીટરની બટરફ્લાય તરણ-સ્પર્ધા થઈ રહી હતી. આમાં એકસો નવ વાર અને એક ફૂટનું અંતર તીવ્ર વેગથી પસાર કરવાનું હતું. ઑલિમ્પિકના ઇતિહાસમાં પહેલી જ વાર મહિલા ખેલાડીઓ માટે આ સ્પર્ધા યોજાઈ હતી અને તેમાં અમેરિકાના ખેલાડીઓનું ઘણું વર્ચસ્વ હતું. હકીકતમાં આ સ્પર્ધાના ત્રણે ચંદ્રક અમેરિકાની ખેલાડીઓ મેળવી ગઈ. શેલી માન પ્રથમ આવી. નેન્સી રામે બીજે સ્થાને અને મેરી સિયર્સ ત્રીજે સ્થાને આવી. .શેલી માને ઑલિમ્પિકમાં નવો વિક્રમ રચ્યો અને જ્યારે એ વિજેતાના ઊંચા સ્થાને ઊભી રહી અને એને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો ત્યારે શેલી માન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.
પ્રેક્ષકોએ માન્યું કે શૈલીનાં આંસુ એ આનંદનાં આંસુ હશે, પરંતુ એ આંસુમાં આનંદની સાથે વેદના પણ ભરેલી હતી. આ ભવ્ય વિજય વેળાએ એના દુઃખદ બાળપણની યાદ એ ભૂલી શકી નહોતી. એક સમયે જે શેલી માન પોતાના શરીરનો એક મસલ પણ માંડ માંડ હલાવી શકતી હતી, તે શેલી માન આજે બટરફ્લાય સ્ટ્રોકની સ્પર્ધામાં વિશ્વવિજેતા
**
K
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org