________________
કોઈ પણ સ્પર્ધામાં પધરાજનું નામ પહેલું લેવાય. એ હોય ત્યાં | જરૂર વિજય મળે. લખનૌની એન.સી.સી. કચેરીમાં કારકુનની કામગીરી બિજાવતા પદ્મરાજે ટૂંઠા હાથે માત્ર સરસ મુદ્દાસર લખાણ લખવાની સિદ્ધિ જ મેળવી નથી, સાથોસાથ મરોડદાર સુંદર અક્ષરો માટે આ પંજા વિનાનો પદ્મરાજ સહુનું માન પામે છે.
પંજા વિનાનો માનવી સામાન્ય રીતે પોતાને નિરાધાર માનીને, પરવશ બની જિંદગી ગુજારે છે, પરંતુ જન્મથી જ ભગવાને જેનો પંજો છીનવી લીધો હતો એવા પારાજે માનવ-પુરુષાર્થની તાકાત બતાવી. અભ્યાસની સાથે પહેલવાનીમાં વિકાસ સાધ્યો. આજે તો એને પોતાની પહેલવાનીમાં એટલો વિશ્વાસ છે કે કોઈ પહેલવાનના ગળામાં જો એના પંજા વિનાના હાથ ભરાવે તો એમાંથી છૂટતાં એનું પાણી ઊતરી જાય.
પુરુષાર્થના બળે આગળ વધેલો પદ્મરાજ હજુ વધુ પ્રગતિ કરવા ચાહે છે.
અપંગનાં ઓજસ
ઇંગ્લેન્ડના અંધ ગોલ્ફર ચેન ટોમલિન્સનન છત્રીસ વર્ષની ઉંમરે માથામાં ક્રિકેટનો દડો વાગતાં આંખે અંધાપો આવી ગયો. આ સમયે એમને ગોલ્ફનો ભારે શોખ હતો, પણ હવે અંધ થઈ જતાં એમણે પોતાનો ગોલ્ફ સેટ પણ કાઢી નાખ્યો. તેઓ માનતા હતા કે હવે ફરી ક્યારેય ગોલ્ફ રમી શકશે નહીં. એક દિવસ એમના મિત્રએ રોનને પૂછયું કે તમને તમારા જીવનમાં સૌથી વધુ કઈ બાબતનો અભાવ ખટકે છે ? ત્યારે રોને કહ્યું કે ગોલ્ફ એ હજી ભુલાતું નથી. એના મિત્રએ કહ્યું કે સાઉથ આફ ઇંગ્લેન્ડમાં આવા અંધ ગોલ્ફરો છે, તેથી રોન ત્યાં દોડી ગયો અને ગોલ્ફ ખેલવા લાગ્યો. પરિણામે એને જીવનમાં જેનો સૌથી વધુ મોટો ખાલીપો લાગતો હતો, તે દૂર થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org