________________
| કાંડાના પંજામાંથી છૂટતાં એનો પરસેવો ઊતરી જાય. પદ્મરાજ જુદા જુદા દાવ શીખવા લાગ્યો અને મહેનતથી એમાં પાવરધો બનવા લાગ્યો.
નેકી પર
અપંગનાં ઓજસ
પધરાજ તેની પત્ની સાથે આ પછી પદ્મરાજ છ-છ કલાક સુધી દાવપેચ અજમાવવા લાગ્યો.
એણે જિલ્લાની સ્પર્ધામાં ભાગ લીધો અને પ્રથમ આવ્યો.
એક વખત બીજાં છોકરાંઓના હાથે માર ખાનાર પદ્મરાજ સામે કાન્યકુબ્ધ કૉલેજનો કોઈ હરીફ કુસ્તીમાં ઊતરવા તૈયાર થયો નહીં. પારાજ પોતાની કૉલેજનો બિનહરીફ વિજેતા બન્યો.
ઉત્તરપ્રદેશ એ તો ભારતમાં પહેલવાનોની ખાણ કહેવાય. આવી પહેલવાનોની વિખ્યાત ભૂમિ ઉત્તરપ્રદેશ રાજ્યની ૧૯૬૬ની કુસ્તીસ્પર્ધામાં પધરાજે ઝુકાવ્યું. છટાદાર દાવપેચ અને કાંડાની કાબેલિયતથી પદ્મરાજે બધાને દંગ કરી દીધા. આ સ્પર્ધામાં પદ્મરાજ બીજે સ્થાને આવ્યો. પંજા વગરના પદ્મરાજે પુરુષાર્થથી જાદુ કર્યો.
એણે એક અચ્છા તરવૈયા તરીકે પણ નામના મેળવી. એક વાર આઠ વર્ષના બાળકને ગોમતી નદીમાં ડૂબતો બચાવ્યો હતો. સાથે સાથે પદ્મરાજ એની કૉલેજમાં ફૂટબૉલનો એક અગ્રણી ખેલાડી પણ બની ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org