________________
સમજાવી દઈશ. કાલથી મારી | સાથે તાકાત કસવા અખાડામાં આવવાનું નક્કી રાખજે. ઘરમાં બેઠા બેઠા પહેલવાન ન થવાય.”
પધરાજને સહારો મળી ગયો. એવામાં એની માતાનું અવસાન થયું. ચોવીસે કલાક માતાના ખાટલા પાસે બેસીને સેવા કરનાર પધરાજને મોટો આઘાત લાગ્યો.
પદ્મરાજ ઘરમાં ઉપરના માળે ઓરડામાં માતાની યાદમાં રડતો રડતો પડ્યો રહેતો. આ વખતે એનું દુઃખ હળવું કરવાના આશયથી પદ્મરાજના બનેવી એને પકડીને અખાડામાં લઈ ગયા. ધીરે ધીરે કુસ્તીના દાવ શીખવવા શરૂ કર્યા.
કુસ્તીના ખેલમાં હાથના
* પંજા પર જ બધો આધાર. અખાડામાં જતો પરાજ પહેલવાનને બરાબર પકડવા માટે કે પછાડવા માટે હાથના પંજાની જ જરૂર પડે. સકંજામાં લેવા માટે પંજાનો જ ઉપયોગ થાય.
ટૂંઠા પમરાજને જોઈને અખાડાના બીજા પહેલવાનો તો મશ્કરી કરવા લાગ્યા. અરે ! પંજા વિનાનો તે પહેલવાન ક્યાંય દીઠો છે ? ભલેને એ મહેનત કરીને માથું પછાડે, પણ બધું ફોગટ જ જવાનું
પદ્મરાજ તો કુસ્તીના દાવ ખેલવા લાગ્યો. સામો પહેલવાન પંજાથી દાવ અજમાવે, તો પારાજ પોતાના મજબૂત કાંડાથી એનો સામનો કરે, એ કાંડા વડે વિરોધી પહેલવાનને એવા સકંજામાં ઝડપે કે પદ્મરાજના
અપંગનાં ઓજસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org