SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ [1] - ૧૯૫૭ની ઑલિમ્પિકની બટરફ્લાય સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલી શેલી માન (વચ્ચે) તથા નેન્સી રામ (ડાબી બાજુ) અને મેરી સિયર્સ (જમણી બાજુ) બની હતી. ખુદ શેલી માનને પોતાની આ સિદ્ધિ માટે બાળપણની સ્થિતિના સંદર્ભમાં આશ્ચર્ય થતું હતું. માત્ર પાંચ વર્ષની વયે શેલી માન પર પોલિયોનો હુમલો થયો. આ હુમલો એટલો ભારે હતો કે એ સાવ લાચાર અને નિરાધાર બની ગઈ. એ પોતાનાં અંગોને માંડ માંડ હલાવી શકતી હતી, આમ છતાં ડૉક્ટરોએ કહ્યું કે એનાં પક્ષાઘાતથી નબળા પડી ગયેલાં અંગોમાં ચેતન લાવવું હશે તો એને માટે તરવું અનિવાર્ય છે. પહેલી વાર જ્યારે એણે જાતે પાણીમાં પોતાનો હાથ ઊંચો કર્યો ત્યારે શેલીના આનંદનો પાર ન રહ્યો. પોતાની જાતે પાણીમાં આખોય હાથ ઊંચો કરી શકે છે એ અનુભવ એને આનંદ અને નવાઈ પમાડનારો લાગ્યો. પછી તો હાથ પાણીમાંથી ઊંચો કરવો એ એની રોજની આદત બની ગઈ. આ પછી પાણીમાં દસ મીટર જેટલું અંતર કાપ્યું. એ પછી સ્વિમિંગ પુલની પહોળાઈ સુધી તરવા લાગી. પછી એની લંબાઈ સુધી તરવા લાગી અને ધીરે ધીરે એ સ્વિમિંગ પુલમાં તરવાનું અંતર વધારતી **** Jain Education International ~~ For Private & Personal Use Only ૫ | ane n+tehle www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy