SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. આ એમણે જવાબ આપ્યો, “કશી જ નહીં ! અગાઉ જેટલા જ ઉત્સાહથી હું ખેલું છું. વળી હવે તો વધુ નિર્ભય છું. દડો માથા પર વીંઝાય તોય હવે વાંધો નથી, કેમકે એમાં સ્ટીલની પટ્ટી નાખવામાં આવી છે. આથી ગમે તેટલી ઝડપે દડો નંખાય, હું તો અગાઉની માફક જ ફટકારું છું ને ફટકારતો રહીશ.” આવા નરીમાન કોન્ટ્રાક્ટર અકસ્માત પછી ટેસ્ટમાં ખેલ્યા નહીં, પણ એમનું ક્રિકેટના મેદાન પરનું આવું હિંમતભર્યું પુનરાગમન એમની ઘણી છટાદાર રમત કરતાં પણ વધુ ખમીરભર્યું ગણાશે. નાકર કાર * અપંગનાં ઓજસ || બેટ્સમેન નરીમાન કોન્ટ્રાક્ટર હિમઝંખના કારણે પગનાં દસે આંગળાં કપાવી નાખવાં પડ્યાં હતાં, તેમ છતાં સ્વિટ્ઝર્લેન્ડનો પર્વતારોહક લૅમ્બર્ટ ૧૯૫રમાં તેનસિંગની સાથે એવરેસ્ટ વિજય માટે ગયો હતો, પરંતુ એવરેસ્ટ શિખર પર પહોંચવા માટે આઠસો ફૂટનું અંતર બાકી હતું, ત્યારે હવાના ઘટી ગયેલા દબાણને લીધે બંનેનું માથું ફરવા લાગ્યું અને એથી બચવા માટે તેઓ ઝડપથી ઊતરી આવ્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy