SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઇંગ્લિશ ખાડી તરતા તારાનાથ શિનોય પહેલા પ્રયાસમાં નિષ્ફળ જનારા તારાનાથને બીજા પ્રયાસમાં સફળતા મળી. દરિયાના પાણીનું ઉષ્ણતામાન છાસઠ ડીગ્રી ફેરનહીટ રહ્યું અને એનાં મોજાંઓની ઊંચાઈ ૫.૭ મીટરથી વધુ ન હતી. વળી અનિશ્ચિતપણે ૮૩ આવતી કોઈ ભરતીનો એને સામનો કરવો ન પડ્યો. પરિણામે ફ્રાન્સના કેપ ગ્રીઝ-નેઝથી ઇંગ્લૅન્ડના ડોવર સુધી તારાનાથની યાત્રા સ૨ળ રહી. આંખે ઓછું દેખાતું હોવાથી વહેલી સવારના ત્રણ કલાક સુધી તો આગળની પાયલોટ બોટના હેડલાઇટના પ્રકાશને સહારે તરવાનું ચાલુ રાખવું પડ્યું. આ ઇંગ્લિશ ખાડી તરવા માટે એણે કલાકના છાસઠથી અડસઠ જેટલા ‘સ્ટ્રોક’ લગાવ્યા. આ વિજય મેળવ્યા પછી તારાનાથને એના ભાઈએ ઇશારાની ભાષામાં પૂછ્યું કે ઇંગ્લિશ ખાડીને સામસામે પાર કરવાની એની ઇચ્છા છે ખરી ? તારાનાથે ઇશારાથી જવાબ આપ્યો, “માત્ર દસ મિનિટનો આરામ આપો તો હું ફરી અહીંથી ફ્રાન્સ સુધી જવા તૈયાર છું.” પરંતુ આ માટેની અગાઉથી કોઈ વ્યવસ્થા કરી નહીં હોવાથી ઇંગ્લિશ ખાડીની વળતી સફર શક્ય નહોતી, પરંતુ આ જવાબમાં તારાનાથનું ખમીર પ્રગટ થાય છે. ** Jain Education International For Private & Personal Use Only 3 | ne nlehle www.jainelibrary.org
SR No.004953
Book TitleApangna Ojas
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherSanskar Sahitya Mandir Ahmedabad
Publication Year2011
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Sermon, & Biography
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy