SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા ધારિણું રાણુની કૂખે જ્યારે વિમલરાજાને જીવ પ્રવેશ પામે, ત્યારે તે રાણીએ તે રાત્રે નીચેનાં ચૌદ મહાસ્વપ્ન જેમાં હસ્તી, વૃષભ, કેસરી સિંહ, લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પઘસરેવર, સમુદ્ર, વિમાન, રત્નપુંજ, અને ધૂમાડા વિનાને અગ્નિ. એ સ્વને રાણુએ પિતાના મુખકમળમાં ભમરાની પેઠે પ્રવેશ કરતાં જોયાં. રાણએ એ સ્વપ્ન જોયાની વાત રાજાને ઉઠાડીને જણાવી. તેથી ખુશી થઈને રાજાએ જણાવ્યું કે, આ સ્વને કોઈ મહાભાગ્યશાળી પુત્રની પ્રાપ્તિ સૂચવે છે. પછી તે શુભ સ્વનેનું ફળ બીજા અશુભ સ્વપ્ન વડે મિથ્યા ન થઈ જાય, તે માટે રાજારાણુએ બાકીની રાત્રી જાગ્રતપણે જ વ્યતીત કરી. બીજે દિવસે રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવીને એ સ્વપ્નનું ફળ પૂછ્યું. તે તેમણે જણાવ્યું કે આ ચૌદ સ્વપ્ન રાણને પેટે ચક્રવતી પુત્રની પ્રાપ્તિ થવાનાં સૂચક છે. તે સાંભળી અત્યંત હર્ષિત થઈને, રાજાએ તે બધાને મહામૂલ્ય બક્ષિસે આપીને સંતુષ્ટ કર્યા. યોગ્ય કાળે રાણીએ પ્રતાપી પુત્રને જન્મ આપ્યો : રાજાએ તેનું નામ પ્રિય મિત્ર પાડયું. ધીમે ધીમે એ પુત્ર મેટ થવા લાગ્યો, અને વિજ્ઞાન તેમજ કળા કૌશલ્યની પ્રાપ્તિ વડે સર્વોત્તમ બન્યો. યોગ્ય કાળે તેને ઉત્તમ રાજકુળાની સુંદર રાજકન્યાઓ સાથે પરણાવવામાં આવ્યું. ત્યાર બાદ તેને રાજગાદીએ બેસાડી, ધનંજય રાજાએ પ્રવજ્યા લીધી. પ્રિય મિત્ર રાજા સર્વ પ્રકારની અદ્ધિ વડે લીલાપૂર્વક પિતાનાં સંતાનની જેમ પ્રજાઓને પાળવા લાગ્યા. સારે સારથિ હાંકતો હોય, ત્યારે જેમ ઘેડે દંડાદિકની અપેક્ષ રાખ્યા વિના સીધે માર્ગે ચાલ્યા જાય છે, તેમ પ્રજાઓ પણ તે રાજાના શાસનમાં ઉચિત મા જ પ્રવર્તતી હતી. કવિ વર્ણન કરે છે કે, તેના રાજ્યમાં ધાને જ દળવામ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy