SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષમાગ પર સ્થિત થાય છે; અને ત્યાં સ્થિત થતાંની સાથે જ વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર: એ ચાર બાકી રહેલા કર્મા શાને નાશ કરી નાખે છે. - ૭૩ મે ગુણ તે અકસ્મતા. અર્થાત ઉપર પ્રમાણે ચાર કર્મોનો ક્ષય થયા પછી શરીરમાત્રનો સર્વ પ્રકારે ત્યાગ કરી તે જીવ સીધી લીટીમાં, ઊર્ધ્વ ગતિથી, એક સમયમાં જ, વાંકાચું કે - વના તે (મેક્ષ) સ્થાને જાય છે; અને જ્ઞાનરૂપી લક્ષણવાળે થઈ, સિદ્ધબુદ્ધ અને મુક્ત બને છે. [ઉત્તરા. ૨૯] ૩. હિંસાજા-ચેરી-મિથુન - પરિગ્રહ રાત્રીભોજન-ચાલવા બોલવા વગેરે પ્રવૃત્તિઓમાં અસાવધાની, મન-વાણી-કાયાનું અસ...વૃત્તિમાંથી અરક્ષણ, ક્રોધ-માન, માયા, અને લેભ, ઇંદ્રિયનિગ્રહનો અભાવ, ગર્વ, દંભવૃત્તિ, ભોગની લાલસા, અને મિથ્યાત્વ એ બધાં આત્મામાં પાપકર્મ દાખલ થવાનાં કારે – આસવો છે. તે બધાંથી રાગદ્વેષયુક્ત બનેલો જીવ પાપકર્મ બાંધે છે. જેમ કોઈ મેટા તળાવને સૂકવી નાખવું હોય, તે પ્રથમ તેમાં નવું પાનું દાખલ થવાના માર્ગો બંધ કરી, અંદરનું. પાણી ઉલેચીને સૂકવી નાખવું જોઈએ, તેમ સંયમી ભિક્ષુએ પણ, પ્રથમ નવાં પાપકર્મ દાખલ થવાના આસો રૂપી દ્વાર બંધ કરી, પછી કરડે જન્મથી એકઠા થયેલા કર્મને તપ વડે દૂર કરવું જોઈએ. [ ઉત્તરા. ૩૦]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy