________________
મુમુક્ષુની તૈયારી
૫૭. બની જવું. જગતમાં વિવિધ માન્યતાવાળા તથા વિવિધ આચારવાળા પુરુષો પિતાને શ્રમણ કહેવડાવતા ફરે છે. તેમના લેભાવનારા કે આક્ષેપ કરનારા શબ્દો સાંભળીને ગૂંચવાઈ ન જવું. માત્ર વર્તમાન સુખમાં જ રાચતા તે મૂખ લેકે જાણતા નથી કે, આયુષ્ય અને જુવાની તો ક્ષણભંગુર છે. અંતકાળે તે લકે જરૂર પસ્તાય છે.
સૂત્રકૃતાંગ ૧-૩] છે. આ પ્રસંગને ત્યાગ ૧. માતાપિતા વગેરે કુટુંબીઓને તથા કામનો ત્યાગ કરી, પોતાના કલ્યાણ માટે તત્પર બની, નિર્જન સ્થાનમાં જ રહેવાને સંકલ્પ કરનાર ભિક્ષુને ભિક્ષા તથા ઉપદેશાદિ પ્રસંગે સારી નરસી અનેક સ્ત્રીઓના પ્રસંગમાં આવવાનું થાય છે. તે વખતે પ્રમાદથી અથવા તો પોતામાં રહેલી વાસનાને કારણે તેમને પ્રસંગ વધવા દેનાર ભિક્ષુનું શીધ્ર અધઃપતન થાય છે.
પછી પાશમાં બંધાયેલા મૃગની પેઠે, તે ગમે તેટલા પ્રયત્ન કરે, પણ તેમનામાં છૂટી શકતા નથી. પરિણામે, અગ્નિ પાસે મૂકેલો લાખનો ઘડો જેમ ઓગળી જઈ નાશ પામે છે, તેમ તેમના સહવાસથી તે વિદ્વાન ભિક્ષુ પિતાના સમાધિ-યોગથી ભ્રષ્ટ થઈ, નાશ પામે છે.
વિષમિશ્રિત દૂધ પીનારની જેમ અંતે તે ભિક્ષુ ઘણે પસ્તાય છે. માટે પ્રથમથી જ ભિક્ષુએ સ્ત્રીઓ સાથેના પ્રસંગને ત્યાગ કર. ભલેને પુત્રી હેય, પુત્રવધૂ હેય, પ્રૌઢા હોય કે નાની કુમારી હોય, તે પણ તેણે તેને સંસર્ગ ન કરે. તથા કઈ પણ કારણે તેમના નિકટ પ્રસંગમાં અવાય તેવી રીતે, તેમના એરડાઓમાં કે ઘરમાં એકલા ન જવું. કારણ, સ્ત્રીસંગ કરી ચૂકેલા તથા સ્ત્રીચરિત્રના અનુભવી બુદ્ધિશાળી પુરુષો પણ સ્ત્રીઓને સંસર્ગ રાખવાથી ચેડા જ વખતમાં ભ્રષ્ટ થઈ દુરાચારીઓની કેટીના બની જાય છે.