________________
મુમુક્ષુની તૈયારી
૫. નિર્ભયતા અને અસર ૧. સર્વ સંબંધનો ત્યાગ કરી, એકલા ફરવું ઘણું મુશ્કેલ છે. એકલા વિચરનાર ભિક્ષને નિર્જન સ્થાનમાં કે શન્ય ધરમાં નિવાસ કરવાનો હેય છે. ત્યાં જમીન ઊંચી-નીચી હોય, મચ્છર હોય, તેમ જ સાપ વગેરે ભયંકર પ્રાણુઓને પણ વાસ હેય; છતાં તેણે તેથી ગભરાઈને, બારણાં બંધ કરીને કે ઘાસ પાથરી, રસ્તો ન કાઢો. કારણ, તેણે તે ભને જીતવાના જ છે. તે જ એવી નિર્જન જગાઓમાં શાંતિથી, એકાગ્રતાપૂર્વક સ્થિર થઈને, તે ધ્યાનાદિ કરી શકે, અથવા સૂર્યાસ્ત વખતે જ્યાં હોય ત્યાં ઉતારો કરવાના યતિધર્મનું પાલન કરી શકે.
જ્યાં સુધી તે એકાંતમાં નિર્ભયતાથી રહી શકતો નથી, ત્યાં સુધી તે વસતીમાં કે સેબતમાં રહેવા પ્રયત્ન કરે છે. અને સાધુ માટે સંગ જેવી જોખમકારક એકે વસ્તુ નથી. બીજી બધી રીતે માણસ ઉચ્ચ ચારિત્ર અને સંયમને પાળતે હેય, છતાં જે તે સંગદેષનો ત્યાગ ન કરે, તે તે તથાગત બન્યા હોય તો પણ સમાધિથી શ્રુત થઈ જાય. કારણ, સંગ એ કજિયાનું, આસક્તિનું તથા પૂર્વે ભગવેલા ભોગોની સ્મૃતિનું કારણ છે. માટે બુદ્ધિશાળી ભિક્ષુએ સંસારીઓના સંસર્ગથી દૂર રહેવું.
[સૂત્રકૃતાંગ ૧-૨) ૨. ચારિત્રવાન ભિક્ષએ કોઈને સંગ ન કરે. કારણ, તેમાં સુખના વેશમાં જોખમો રહેલાં છે. વિદ્વાને તેનાથી ચેતતા રહેવું. તેણે સંસારીઓ સાથે મંત્રણા, તેમની ક્રિયાઓની પ્રશંસા, તેમની સાંસારિક ગૂંચવણમાં સલાહ, તેમના ઘરમાં બેસીને કે તેમના વાસણમાં ભોજન અને પાન, તેમનાં કપડાં પહેરવાં, તેમના ઘરમાં બેસી તેમની ખબર-અંતરની પડપૂછ, તેમના તરફથી યશ-કીર્તિ-પ્રશંસા-અને વંદનપૂજનની કામના, તેમના ઘરમાં ખાસ કાંઈ કારણ વિના સૂઈ જવું, ગામનાં છોકરાંની