________________
૫૦૦
શ્રી મહાવીર કથા શિશુપાળ પિતાની બહાદુરીને ગર્વ કરતા હતા તેમ. પરંતુ જેઓ આ બધાં વિઘીને પ્રથમથી જાણી લઈ, પ્રસંગ આવ્યું તેમની સામે પ્રાણુત સુધી ખૂઝે છે, તેઓ જ પરાક્રમી નાવિકની પેઠે આ સંસારરૂપી દુસ્તર સમુદ્રને અંતે તરી જાય છે.
( [ સૂત્રકૃતાંગ ૧-૩] ૭. સંયમને સ્વીકાર કરી, હિંસા વગેરેને ત્યાગ કરતે જે મનુષ્ય આ શરીરથી સંયમ સાધવાનો અવસર છે એમ સમજે છે, તેણે પિતાને લાગ બરાબર સાધ્યો ગણાય. બુદ્ધિમાન પુરુષ જ્ઞાનીઓ પાસેથી આર્યોએ જણાવેલા સમતા-ધર્મને મેળવીને એમ સમજે છે કે, મને અહીં ઠીક અવસર મળ્યો. આ અવસર બીજે ન મળત. માટે કહું છું કે, તમારું બળ સંઘરી રાખશો નહીં.
[આચા. ૧-૫] ૮. મેં સાંભળ્યું છે અને અનુભવ્યું છે કે, બંધનથી છૂટા થવું એ દરેકના પોતાના હાથમાં છે. માટે જ્ઞાનીઓ પાસેથી સમજ પ્રાપ્ત કરીને, હે પરમચક્ષુવાળા પુરુષ! તું પરાક્રમ કર. એનું જ નામ બ્રહ્મચર્ય છે, એમ હું કહું છું. [આચા૧-૫]
૯. જે સત્ય છે, તે જ મુનિપણું છે, અને જે મુનિપણું છે, તે જ સત્ય છે. જેઓ શિથિલ છે, ઢીલા છે, કામગુણના આસ્વાદમાં લુપ છે, વક્ર આચારવાળા છે, પ્રમત્ત છે, અને ઘરમાં જ રચ્યાપચ્યા છે, તેઓને એ મુનિપણું શક્ય નથી.
આચા. ૧-૫] ૧૦. મુનિપણાને સ્વીકારીને શરીરને બરાબર કસે. સમ્યગ્દશ વીર પુરુષો વધ્યું-ઘટયું અને લૂખું-સૂકું ખાઈને જીવે છે. પાપકર્મમાં અનાસક્ત એવા તે વીર પુરુષો કદાચ રેગે થાય તે પણ તેમને સારી રીતે સહન કરે છે. કારણ કે, તેઓ સમજે છે કે, શરીર પહેલાં પણ એવું હતું અને પછી પણ એવું જ છે. શરીર હંમેશાં નાશવંત, અદ્ભવ, અનિત્ય,
સમયમાં અમારી રીતે એવું
તો અનિ