________________
તથા બ્રાહ્મણ ધર્મનાં પુસ્તક જતાં, મહાવીરને અંગે જે કાંઈ મળ્યું તે વીણું લઈને, તેને સળંગ કથારૂપે સાંકળી આપવાને આમાં પ્રયત્ન છે. આથી આ માળાના “બુદ્ધચરિત’નું પુરોગામી પુસ્તક “બુલીવા” જેમ બુદ્ધ, ધર્મ અને સંઘ બાબત રચક શલીમાં પ્રમાણભૂત ગણાય એવી માહિતી આપે છે, તેમ આ પુસ્તક મહાવીર અને તેમના ઉપદેશ બાબત એવી માહિતી એને મળતી શૈલીમાં આપશે, એવી આશા બાંધી છે.
આને માટે ક્યાં કયાં પુસ્તકે જોયાં છે તે ગણાવવાની અહીં જરૂર નથી. તેમને યથાસ્થાને મેં નિર્દેશ કર્યો છે, તે પરથી વાચકને તેની જાણ મળી રહેશે એમ માનું છું. મારી વિનંતી એટલી જ કે, આ કથામાં નહિ ઊતરેલી એવી કોઈ સામગ્રી કઈ જગાએ રહી ગઈ હોય યા ઉતારેલી સામગ્રીમાં ભૂલચૂક કે ગેરસમજ હેય, તે વિદ્વાન વાચકે મને તે બતાવું ને મદદ કરે.
થોડા વખત અગાઉ મહાવીર જેવા જ બીજા મહાન હિંદી ધર્મપુરુષના જીવન અને સધને ગ્રંથ – શ્રીમદ્ ભાગવત – ગુજરાતીમાં ટૂંકમાં ઉતાર્યા પછી આ ગ્રંથ તૈયાર કરવાનું બન્યું છે, એ મારે માટે એક અતિ પ્રિય સુયોગ છે.
પુરનું માહાત્મ પ્રીછવામાં કે વીરપૂજા થા સંતપૂજાની સાચી દીક્ષા લેવામાં સાંપ્રદાયિક્તા હોઈ શકતી નથી. અને સત્યનિક વિદ્વત્તાને પણ સાંપ્રદાયિક્તા હોતી નથી. આ બેઉ રીતે આવા પ્રકારના કથાકીર્તનમાં કઈ પ્રકારની સંકુચિતતાને સ્થાન નથી. કૃષ્ણ જે હિંદી સંસારને અને જગતને નિષ્કામ કર્મ જેવી દૈવી વિભૂતિ અને તે દ્વારા ઈશ્વરપ્રપતિને યોગ શીખવ્યો છે, તે મહાવીરસ્વામીએ એવી જ એક મેટી દૈવી વિભૂતિ – અહિંસાની અનન્ય આરાધના પિતાના જીવન દ્વારા શીખવી છે. અહિંસાનો આજે અતિ મોંઘો થઈ પડેલે બેધ એમણે એક