________________
૧૨ કંડરીક અને પુંડરીક પૂર્વ વિદેહમાં પુંડરીકિશું નગરીમાં મહાપા નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી અને પુંડરીક તથા કંડરીક નામે બે પુત્રો હતા. તેમાં પુંડરીક યુવરાજ હતો.
એક વખત નગરમાં પધારેલા સ્થવિર પાસે ધર્મોપદેશ સાંભળી મહાપદ્મ રાજા પુંડરીકને રાજગાદી આપીને તથા કંડરીકને યુવરાજ બનાવીને સાધુ થઈ ગયે.
કેટલાક વખત બાદ બીજા કોઈ સ્થવિરો પુંડરીકની રાજધાનીમાં આવ્યા. બંને ભાઈઓએ તેમની પાસે ધર્મ સાંભળ્યો. તે સાંભળી પુંડરીકે ગૃહસ્થ ધર્મની દીક્ષા તેમની પાસે લીધી, અને કંડરીક તે સાધુ જ થવા તત્પર થયો.
પુંડરીકે તેને કહ્યું કે, “મારે વિચાર તારે રાજ્યાભિષેક કરવાને હતા, જેથી હું ધર્માચરણમાં વધારે પ્રવૃત્ત થઈ શકું.' પરંતુ કંડરીકે તે સાધુ થવાને નિશ્ચય કર્યો હોવાથી પુંડરીકે ના–મને તેને રજા આપી.
કંડરીક હવે ઉગ્ર સંયમ, તપ, શીલ અને સત્યને પાળ ગામેગામ વિહરવા લાગ્યો. તે અત્યંત લૂખાસૂખા અને નીરસ ભોજનથી પિતાને નિર્વાહ કરતે, અને સ્વાદેદિયને ખૂબ નિગ્રહ કરતે.
વખત જતાં અતિશય લૂખાસખા ભોજનથી કંડરીકને શરીરે દાહજવર થયે. પણ તે વિહાર તો કર્યા જ કરતો. એક દિવસ કંડરીકના આચાર્ય તેને સાથે લઈ પુંડરીકની રાજધાનીમાં જ આવી પહોંચ્યા. પુંડરીકે કંડરીકનું શરીર જોઈ તેના આચાર્યને