________________
૧૧
બે સાથે બાંધ્યા રાજગૃહના ધન્ય સંધવીને સંતતિ થતી ન હતી. તેની સ્ત્રી ભદ્રા ઘણીય બાધા-આખડીઓ રાખતી, પરંતુ કશાથી કઈ વળતું નહોતું. છેવટે તેણે બધાય દેવાની બાધા રાખી કે, જે મને પુત્ર કે પુત્રી થશે, તે દર માસની ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમે, તમારે ત્યાગ કરીશ.
' બનવા કાળ, તે ભદ્રાને એક સુંદર પુત્ર જન્મે. અત્યંત ખુશી થઈ તેણે માનેલી માનતા પ્રમાણે સર્વ પ્રકારના ભાગે કયી, તથા પુણ્યદાન કર્યા. દેવને દીધેલ હેવાથી, શેઠશેઠાણીએ તેનું નામ દેવદત પાડયું; અને તેને રમાડવા-ફેરવવા પંથક નામે એક દેખાવ, કુશળ, ઉત્સાહી તથા હષ્ટપુષ્ટ નોકર રાખ્યો.
પંથક દેવદતને સજાવી-શણગારી, કેડે તેડીને ફર્યા કરતે અને નાનાં છોકરાં છોકરી સાથે રમતા. એક વાર એ પ્રમાણે તે દેવદતને લઈ રાજમાર્ગ ઉપર આવી છોકરાં સાથે રમત વળગ્યા હતા, તેવામાં વિજય નામે એક દુષ્ટ ચેર ત્યાં આવી કેઈનું ધ્યાન જાય તે પહેલાં ઘરેણે મઢેલા દેવદત્તને ઉપાડીને ચાલતા થયા.
થોડે દૂર જઈ, તેનાં સર્વ ઘરેણું ઉતારી લઈ વિજયે તેને મારી નાખ્યો અને તેના શબને એક અવડ કૂવામાં નાખી દીધું. ત્યાર બાદ તે ગીચ ઝાડીમાં આવેલા પિતાના અડામાં સંતાઈ ગયો.