________________
એ હા
ર
ખીજી બાજુ જિનદત્તના પુત્રે સૂકડીનાં ઈંડાં ભેગા રહેલા પેાતાના ઈંડામાંથી ચેાગ્ય સમયે મેર અવશ્ય થવાના છે, એ વિશ્વાસથી તેને કદી ખખડાવ્યું નહીં, ફેરવ્યું નહીં, અને જેવું સરખું પણ નહીં. પરિણામે, ચેાગ્ય કાળે તે ઇંડામાંથી મેરનું બચ્ચુ′ થયું.
પછી જિનદત્તના પુત્રે સરપેાષકાને મેલાવી તે બચ્ચાને કાળજીપૂર્વક ઉછેરાવ્યું તથા તેને નાચવા-કૂદવાની તાલીમ અપાવી. હવે તે મેર જિનદત્તને ત્યાં કળા કરીને નાચે છે, ટહુકા કરે છે, અને ચંદ્રકળાવાળાં પેાતાનાં પીંછાંથી સૌને ખુશ કરે છે.
એ પ્રમાણે જે શ્રમનિપ્રથા અહિંસા, સત્ય, ત્યાગ, બ્રહ્મચય અને અપરિગ્રહ વગરે સયમેાની બાબતમાં સાગરદત્તના પુત્રની જેમ શંકાશીલ રહે છે, તેમનું ખરાખર આચરણ ન કરતાં તેમના ફળ વિષે વિવાદ કર્યાં કરે છે, પક્ષાપક્ષી માંડે છે, કે કદાગ્રહ કરીને ભારે ધમસાણ મચાવે છે, તે ભિક્ષુએ અને ભિક્ષુણી સાગરદત્તના પુત્રની જેમ પસ્તાય છે. અને છેવટે કકળાટમાં ને કકળાટમાં જ પોતાનું જીવન પૂરું કરે છે.
પરંતુ જે શ્રમણા અને શ્રમણીએ જિનદત્તના પુત્રની જેમ અહિંસા, સત્ય, ત્યાગ, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ વગેરે સયમેાની બાબતમાં શંકાશીલ ન રહેતાં તેમનું અશકભાવે આચરણુ કર્યાં કરે છે, તે ચોક્કસ આ સૌંસારસમુદ્રને તરી જાય છે.
[જ્ઞાતા॰ ૧–૩ ]