________________
બે કાચા તે મૂઢ કાચબાના બીજા અવય પણ કરડી ખાઈને તે શિયાળાએ તેનો નાશ કર્યો.
બીજો કાચબો પણ તે પ્રમાણે જ કરશે એમ માની શિયાળ લાંબે વખત સંતાઈ રહ્યાં. પરંતુ તે કાચબો તે પિતાને એક અવયવ બહાર ન કાઢતાં કેટલેય વખત ત્યાં ને ત્યાં નિશ્રેષ્ટ થઈને પડી રહ્યો. તે શિયાળાએ તે જગાએ બે ત્રણ વાર ફેરા ખાધા, પણ તેમનું કાંઈ વળ્યું નહિ. છેવટે કંટાળીને હતાશ થઈ તે ચાલ્યાં ગયાં.
શિયાળ ચાલ્યાં ગયાં ત્યાર બાદ પણ કેટલોક વખત જવા દઈને તે ચતુર કાચબાએ પિતાની ડેક ધીરે ધીરે ઊંચી કરીને ચારે કેર જોયું. આસપાસ કેઈને ન જેવાથી તે ઝપાટાબંધ દેડીને પિતાના ધરામાં પેસી ગયો અને પોતાનાં સગાંસંબંધીઓને મળીને સુખે રહેવા લાગ્યું.
આ પ્રમાણે જે શ્રમ અને શ્રમણ પિતાની પાંચ ઈદ્રિયોને તાબામાં ન રાખતાં સ્વચ્છેદે વર્તે છે, આહાર ઉપરને સંયમ ગુમાવી સ્વાદમાં લાલુપ થઈ જાય છે, અતિશય મિષ્ટ અને સ્નિગ્ધ પદાર્થોને જ શોધ્યા કરે છે, તથા આખે સમય પ્રમાદમાં જ ગાળે છે, તેવાં શ્રમણ અને શ્રમણુઓને પહેલા કાચબાની પેઠે બુરે હાલે નાશ થાય છે.
તેથી ઊલટું, જે શ્રમ અને શ્રમણીઓ પોતાની પાંચે ઇકિયે તાબામાં રાખે છે, સંયમથી વર્તે છે, આહારનું પ્રમાણ બરાબર સમજી, લૂખાસખા ભજનને પણ શરીરના પિષણ પૂરતો જ ઉપયોગ કરે છે, તથા સ્વાધ્યાયાદિ આત્મકલ્યાણમાં ઉપયોગી પ્રવૃત્તિમાં જ પિતાનો સમય ગાળે છે, તે બધાં બીજા કાચબાની પેઠે સુખેથી પોતે તરે છે, અને બીજાને પણ તારે
[ જ્ઞાતા. ૧-૪]