________________
શ્રી મહાવીયા તેવું વ્રત લેવાપણું અથવા કોઈની હિંસા કરવાપણું જ ન રહે?
ગૌતમે જવાબ આપ્યો, “ના, અમારે મને તેવું કદી બની શકે નહીં. કારણ, બધાં જ પ્રાણીઓની મતિ, ગતિ અને કૃતિ એક સાથે એવી હીન થઈ જાય કે જેથી તે બધાં સ્થાવર પ્રાણીઓ તરીકે જ જન્મે એવું બનવું સંભવિત નથી. કારણ કે દરેક સમયે જુદી જુદી શક્તિ અને પુરુષાર્થવાળા પ્રાણ પતતાને માટે ભિન્ન ભિન્ન ગતિ તૈયાર કરી રહ્યા હોય છે. વળી જુદાં જુદાં પ્રાણીઓ જુદા જુદા આયુષ્યવાળાં પણું હોય છે. એટલે તેઓ જુદે જુદે સમયે મરણ પામી જુદી જુદી ગતિ પ્રાપ્ત કરે છે. એટલે એવું પણ કદી ન બને કે બધાં પ્રાણુઓ એક સાથે જ મરણ પામી, એક સરખી ગતિ પ્રાપ્ત કરે, કે જેથી કોઈને વ્રત લેવાપણું કે હિંસા કરવાપણું જ ન રહે!”
* આટલે જવાબ આપ્યા બાદ, ખાલી શબ્દોનાં ચૂંથણાં કરી, અન્ય સાધુસંપ્રદાયોની નિંદા કરવાની ઉદકની કુટેવ બદલ તેને ચીમકી આપતાં ગૌતમે કહ્યું, “હે આયુષ્માન ઉદક! જે મનુષ્ય પાપકર્મ ત્યાગવાને અર્થે જ્ઞાન-દર્શનચારિત્ર પ્રાપ્ત કરીને પણું બીજા કોઈ શ્રમણબ્રાહ્મણની ખેતી નિંદા કરે છે, તે ભલેને પિતાને તેમને મિત્ર માનતો હોય, તોપણ પિતાને પરલેક બગાડે છે.'
ત્યારબાદ પેઢાલપુત્ર ઉદક, ભગવાન ગૌતમને નમસ્કાર વગેરે આદર કર્યા વિના જ પાછી પિતાને ઠેકાણે ચાલવા માંડયો. એટલે ગૌતમે તેને કહ્યું, “હે આયુષ્યમાન! કઈ શિષ્ટ શમણ કે બ્રાહ્મણ પાસે ધર્મયુકત એક પણ આર્ય સુવાકય સાંભળવાનું કે શીખવાનું મળવાથી આપણને વિચારતાં એમ લાગે કે, આજે આમણે મને ઉત્તમ યોગક્ષેમના સ્થાને પહોંચાડયો, તો તે માણસે પેલા શ્રમણબાહ્મણને આદર કરવો જોઈએ, પૂજયબુદિથી તેને નમસ્કાર કરવા જોઈએ, તેનું સંમાન કરવું
મળવાથી
અને સ્થાને
રાઈ ન