________________
શ્રી મહાવીર કથા કાશી-કોશલ-અબાધ-અને સંભુક્તર એ સેળ દેશને ઘાત કરવા માટે, વધ કરવા માટે, અને ભસ્મ કરવા માટે સમર્થ હતી.
વળી હે આર્યો! ગોશાલક અત્યારે નીચેની આઠ છેકછેલ્લી – ચરમ વસ્તુઓને સિદ્ધાંત પ્રતિપાદિત કરે છે કે, એ આઠ વસ્તુઓ ફરી દુનિયામાં બનવાની નથી ? પિતે કરે છે તે છેલું – ચરમ મદ્યપાન; પોતે કરે છે તે છેલું–ચરમ ગાન; પોતે કરે છે તે છેલ્લું–ચરમ નાટય; પિતે (હાલાહલા કુંભારણને) કરે છે તે છેલ્લું - ચરમ અંજલિકમ; (હાલમાં થયેલી અતિવૃષ્ટિરૂ૫) ચરમ પુષ્કલસંવર્ત મહામેધ; (વૈશાલીના યુદ્ધમાં માર્યા ગયેલા હવેહલના હાથીરૂ૫) ચરમ સેચનક ગંધહસ્તી; (વૈશાલીના યુદ્ધ દરમ્યાન થયેલો) ચરમ મહાશિલાકંટક મહાસંગ્રામ; અને આ અવસર્પિણીના ચોવીસ તીર્થકરોમાં છેક છેલ્લે –ચરમ તીર્થંકર (ગોપાલક પિતે).
વળી તે ચાર પાનક અને ચાર અપાનકને સિદ્ધાંત આ પ્રમાણે પ્રતિપાદિત કરે છે : ચાર પાનક - પીણાં – તે આ પ્રમાણે : ગાયના પૃષ્ઠથી પડેલું (મૂતર?); હાથથી મસળેલું (કુંભાર ધડે બનાવતાં જે પાણીમાં હાથ બોળી ઘડાને લીસે કરે છે તે); સૂર્યના તાપથી તપેલું; અને શિલાથી પડેલું. ચાર અપાનક એટલે કે પીવા માટે નહીં પણ દાહ શમાવવા સારુ સ્પશદિ માટે વાપરવાની શીતલ વસ્તુઓ – તે આ પ્રમાણે : પાણીથી ભીનાં ઠંડાં વાસણ તે સ્થાલપાણી, કેરી, બાર વગેરે મેં વડે ચાવે પણ તેને રસ ન પીએ તે ત્વચાપાણું; તેવું જ શીંગાનું પાણ; અને ચોથું શુદ્ધ પાણું – તેની વ્યાખ્યા આ પ્રમાણે છે : છ માસ સુધી શુહ ખાદિમ (મેવો વગેરે) આહાર જ ખાય; તેમાં બે માસ સુધી ભૂમિશયા કરે, તથા બે માસ સુધી લાકડાની પથારી કરે, તથા બે માસ સુધી દાભની પથારી કરે. પછી છ માસની છેલ્લી રાત્રીએ મહા હિવાળા મણિભદ્ર અને