________________
શ્રી મહાવીર કથા બધા વિષયે સ્વભાવથી જ એવા છે કે, તેમને કારણે આવાં આવાં હિંસા-અસત્યાદિ મહાપાપ આચરવાં જ પડે છે. માટે હવે તો તે વિષયાદ પ્રત્યેના વૈરાગ્યથી જ મેં આ વ્રત ધારણ કર્યું છે. માટે આપ કશું દુઃખ મનમાં લાવ્યા વિના પાછી ફર, અને મને ફરી પાછો સંસારમાં વાળવાના પ્રયત્નો છેડી, વિનાશ્ચત થાઓ.”
વિશ્વભૂતિને આવો દઢ સંકલ્પ જાણું, રાજા દુખિત ચિતે પાછો ફર્યો. ત્યાર બાદ વિશ્વભૂતિ મુનિ રૂડી પેરે સાધુધર્મ આચરતા ગુરુ પાસે લાંબો વખત રહ્યા, અને શાસ્ત્રાદિ શીખ્યા. ત્યાર બાદ ગુરુએ તેમની લાયકાત જોઈ તેમને એકલા મરજીમાં આવે તેમ વિચારવાની પરવાનગી આપી.
તે મુજબ તે ફરતા ફરતા મથુરા નગરીમાં આવી પહોંચ્યા. તે દરમ્યાન તેમણે કઠણ તપથી શરીરને છેક જ તાવી નાખ્યું હતું. એટલે એક મૂકીથી કેડી પરનાં બધાં કોઠાં ખેરવી પાડનાર ત્યારના વિશ્વભૂતિ અને આજના વિશ્વભૂતિમાં આસમાનજમીનને તફાવત પડી ગયો હતો. તે વખતે તે વિશ્વભૂતિનું ચિત્ત પણ કામભોગમાં આસક્ત અને તેથી કરીને જ ક્રોધાદિથી પરિપૂર્ણ હતું. તેને બદલે અત્યારે તો તે મુનિ કામભાગમાંથી વિરક્ત તથા પોતાને દુખ થાય તો પણ પ્રાણીમાત્રને જરા પણ ઈજા ન કરવાના વ્રતવાળા બન્યા હતા.
પરંતુ કામધ તાત્કાલિક ગમે તેટલા દબાઈ જાય, તોપણ તેમના સૂક્ષમ સંસ્કાર નિર્મળ થવા બહુ મુશ્કેલ છે. કઠિન તપશ્ચર્યાથી શરીર ગમે તેટલું તવાય, તો પણ ચિત્તના સૂક્ષ્મ રસે કેમેય સુકાતા જ નથી. ઊલટું જાણે બહુ તપેલી જમીનમાં વરસાદનું સિંચન થતાં હરિયાળી બમણ વેગથી ટી નીકળે છે, તે પ્રમાણે તપસ્વીના તપથી દબાઈ રહેલા કામધાદિ સહેજ અનુકૂળ પ્રસંગ મળતાં જ બમણા જોરથી ભભૂકી ઊઠે