________________
મગધામાં રાજ્યકાંતિ અને વૈશાલીનું યુદ્ધ
એ જિનપાલિતની કથા મહાવીરના હાથમાં સૌ શ્રમણશ્રમણને બોધ આપવાનું ઉત્તમ સાધન થઈ પડી“જે શ્રમણ-શ્રમણીઓ જિનરક્ષિતની જેમ અવિરતિથી મોહ પામીને ચારિવ્યથી ભ્રષ્ટ થાય છે, તે દુઃખથી વ્યાપ્ત અને ભયંકર સ્વભાવવાળા અપાર સંસાર સાગરમાં પડીને નાશ પામે છે. પરંતુ, જિનાલિતની જેમ જેઓ પોતાનાં વતેમાંથી મ્યુત થતાં નથી, તેઓ આ ભયંકર સંસાર સમુદ્રને પાર કરી, સિદ્ધિપદ પામે છે.” જ્ઞાતધર્મકથાસૂત્ર-૯]
ચંપાનગરીમાં ભગવાન મહાવીરને બીજો પાલિત નામને વહાણવટી ભક્ત પણ રહેતો હતો. તે વહાણવટું ખેડતો ખેડતો પિહુંડ નામે બંદરે જઈ પહોંચ્યો હતો. ત્યાં વેપાર કરતાં કરતાં ત્યાંના કેઈ વેપારીએ તેને પોતાની દીકરી પરણાવી હતી. વખત જતાં તે સગર્ભા થઈ, ત્યારે પાલિત તેને લઈ પિતાને દેશ પાછો ફર્યો. રસ્તામાં અધવચ જ પાલિતની સ્ત્રીએ એક પુત્રને જન્મ આપે. તેનું નામ સમુદ્રપાલ રાખવામાં આવ્યું. તેની જીવનકથા ઉત્તરાધ્યયન સૂત્રમાં ૨૧માં અધ્યયનમાં સંઘરાઈ છે. આપણે કથા સાથે તેને કશો સીધો સંબંધ ન હોવાથી, તેની આટલી નોંધ લઈને જ આગળ ચાલીએ.૧
ચંપાથી નીકળી ભગવાન વિદેહ-મિથિલા તરફ ચાલ્યા. કર્કદી નગરીમાં ક્ષેમક, ધૃતધર આદિ ગૃહસ્થાએ ભગવાનને ધર્મોપદેશ સાંભળી, પિતાના છ પુત્રોને કુટુંબભાર સોંપી ભગવાન પાસે દીક્ષા લીધી; તેમની કથા આગળ આવેલા મકાયીના જેવી જ હેવાથી (જુઓ પા. ૩૧૭), આપણે તેનું પુનરાવર્તન નહીં કરીએ.
૧. જુઓ આ માળાનું આવૃત્તિ ] પાન ૧૧૫ ઇ.
અંતિમ ઉપદેશ” પુસ્તક [નવી