________________
સોળમો ભવ: વિશ્વભૂતિની કથા
મરીચિના ભવ પછીના કેટલાક ભવને કથાકારે સામાન્ય રીતે એક-એક લીટીમાં પતાવી દે છે. કારણ કે, તે ભવોમાં તેણે સારું યા નરસું કાંઈ ખાસ અસાધારણ કમ ક્યું નથી. પરંતુ સ્વર્ગવાસ સિવાયના તે બધા ભવોમાં પણ શરીરદમનના મધ્યમમાર્ગ જેવું ત્રિદીપણું તે તે અવશ્ય પાળતો જ હત; અને પોતાનાથી બનતી તપશ્ચર્યા ઘરબાર તજીને આચરતે હતા. શરૂઆતમાં જણાવ્યું છે તેમ, લેકેને તો ફળ સાથે જ નિસબત છે; તે ફળ નિષ્પન્ન થતા પહેલાં જે અનેકવિધ ક્રિયાપ્રતિક્રિયાઓ થઈ હોય છે, તે જોવા-જાણવાનું તેમને પ્રયોજન હોતું નથી. પરંતુ લક્ષમાં રાખવું જોઈએ કે, એ બધા જન્મમાં તેણે એકધારી આચરેલી એ સામાન્ય તપસ્યા વડે જ અંતિમ જન્મમાં મરીચિના છ મહા – વીરને શોભે તેવી અત્યુત્કટ તથા અંતિમ દારુણ તપશ્ચર્યા કરવાની તાકાત મેળવી હતી.
- મરીચિ પછીને થે ભવ બ્રહ્મલોકમાં દેવ તરીકે છે. પાંચમો ભવ કલ્લા ગામમાં કૌશિક નામના બ્રાહ્મણ તરીકે છે. તે ભવમાં તે વેદાર્થના વિચારમાં વિમલ બુદ્ધિવાળો અને જગતભરમાં પ્રસિદ્ધ યશવાળો હતો. ઉપરાંત જીવનના અંતિમ ભાગમાં તેણે સંન્યાસી થઈ ત્રિદંડી-ધર્મ યથાવત પાળ્યો જ હતો. ત્યાર પછી આયુષ્ય પૂરું થયે, તે બીજી અનેક નિઓમાં ભમીને અંતે ધૂણુક ગામમાં પુષ્પ