SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ વિદેહ તરફ ૨૭૧ સિક દુઃખની અત્યંત વેદનાથી અને સેંકડે સંકટોથી પીડિત છે, અને સંધ્યાના રંગ જેવો, પરપોટા જેવો, દાભની સળી ઉપર રહેલા જલબિંદુ જે, સ્વપનદર્શન જે, અને વીજળીના ચમકારા જે ચંચળ તથા અધુવ છે. સડવું-પડવું–અને નાશ પામવો એ તેને ધર્મ છે. પહેલાં કે પછી તેને અવશ્ય ત્યાગ કરવાનો છે; તેમજ હે માતપિતા! કોણ જાણે છે કે, કેણું પ્રથમ જશે અને કેણ પછી જશે? માટે તમારી અનુમતિથી હું તે હમણાં જ ભગવાન પાસે પ્રવજ્યા લેવા ઈચ્છું છું.” માતા --- હે પુત્ર! તારું શરીર ઉત્તમ રૂપ, લક્ષણ, વ્યંજન (મસા, તલ વગેરે સામુદ્રિક ચિહ્ન) અને ગુણેથી યુક્ત છે, તથા ઉત્તમ બળ, વીર્ય અને સત્ત્વવાળું છે. તું વિજ્ઞાનમાં વિચક્ષણ છે, સૌભાગ્યગુણથી ઉન્નત છે, કુલીન છે, અત્યંત સમર્થ છે, અનેક પ્રકારના વ્યાધિ અને રોગથી રહિત છે, તેમજ નિરુપહત. ઉદાત્ત અને મનોહર છે. માટે હે પુત્ર! જ્યાં સુધી તારા શરીરમાં ઉપ-વનાદિ ગુણે છે, ત્યાં સુધી તું તેને ઉપભોગ કર; પછી અમારા મરણ બાદ, કુલતંતુની વૃદ્ધિ કરી. વૃદ્ધાવસ્થામાં તે સાધુ થજે. - હે માતા! આ શરીર દુઃખનું ઘર છે; અનેક વ્યાધિઓનું સ્થાન છે; અસ્થિ, સ્નાયુ અને નાડીના સમૂહનું બનેલું છે; માટીના વાસણ જેવું દુબલ છે; અશુચથી ભરેલું છે; તેની સારવાર નિર તર કરવી પડે છે; તથા છણ ઘરની પેઠે સડવું, પડવું અને નાશ પામવો એ તેના સહજ ધર્મો છે. વળી એ શરીર પહેલાં કે પછી અવશ્ય છોડવાનું છે. તેમજ હે માતાપિતા: કોણ જાણે છે કે કોણ પહેલાં જશે અને કોણ પછી જશે? var --- હે પુત્ર! તારે આ આઠ સ્ત્રીઓ છે. તે વિશાળ કુળમાં ઉત્પન્ન થયેલી છે; રૂ૫-લાવણ્ય-યૌવનથી યુક્ત છે; સમાન કુળથી આણેલી, કલામાં કુશલ અને સર્વકાળ લાડસુખને યોગ્ય
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy