________________
રાજગૃહમાં આગમન ન કરવું તેમજ કરાવવું. ૪. પિતાની સ્ત્રીથી જ સંતોષ રાખો. ૫. પિતાની ઈચ્છાઓને મર્યાદિત કરવી.
[ઇચ્છાઓને મર્યાદિત કરવી એટલે શું, તેનું વર્ણન ઉપાસકદશાસૂત્રમાં આનંદે જ્યારે ગ્રહથધર્મ મહાવીર પાસે સ્વીકાર્યો તે પ્રસગે આ પ્રમાણે કરવામાં આવ્યું છે: નિધાન-વ્યાજઘરના વાપરમાં રાખવાની મૂડીનું પ્રમાણ મર્યાદિત કરી નક્કી કરી દેવું, તથા તેમાં વધારો કે ફેરફાર ન કરવા-કરાવો. તે પ્રમાણે પોતે રાખવા ઠરાવેલાં ઢોરની સંખ્યામાં, જમીનના પ્રમાણમાં, ગાડાંની સંખ્યામાં, અને વહાણુની સંખ્યામાં વધારો કે ફેરફાર ન કરવા-કરાવવો.]
વાત શિક્ષત્રિત ઃ ૧. દિગ્ગત – પોતાની ત્યાગવૃત્તિ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ આદિ બધી દિશાઓનું પરિમાણ નક્કી કરી, તે બહાર દરેક પ્રકારના અધર્મકાર્યથી નિવૃત્તિ લેવી તે. ૨. ઉપભેગપરિભાગ પરિમાણ વ્રત – જેમાં બહુ જ અધર્મને સંભવ હોય તેવાં ખાનપાન, ઘરેણાં, કપડાં, વાસણભૂસણ વગેરેને ત્યાગ કરી, એછા અધર્મવાળી વસ્તુઓનું પણ ભાગ માટે પરિમાણ બાંધવું તે. ૩. અનર્થદંડત્યાગવત – પિતાના ભાગરૂપ પ્રયજન માટે થતા અધર્મવ્યાપાર સિવાય બાકીના બધા અધર્મ વ્યાપારથી નિવૃત્તિ લેવી, અર્થાત નિરર્થક કઈ પ્રવૃત્તિ ન કરવી તે. ૪. સામાયિક વ્રત – કાળને અભિગ્રહ લઈ, અર્થાત અમુક વખત સુધી અધર્મપ્રવૃત્તિનો ત્યાગ કરી, ધર્મ પ્રવૃત્તિમાં સ્થિર થવાનો અભ્યાસ કરવો તે. ૫. દેશાવકાશિક વ્રત - દિશા હમેશને માટે ઠરાવી મૂકેલ હોય છતાં તેના પરિમાણની મર્યાદામાંથી પણ વખતે વખતે પ્રયોજન પ્રમાણે ક્ષેત્રનું પરિમાણુ નક્કી કરી, તેની બહાર દરેક પ્રકારના અધર્મકાર્યથી નિવૃત્તિ લેવી તે. ૬. પૌષધેપવાસ વ્રત – આઠમ-ચૌદશ-પૂનમ કે બીજી હરકોઈ તિથિએ ઉપવાસ સ્વીકારી, બધી વરણાગીને ત્યાગ કરી. ધર્મ જાગરણમાં તત્પર રહેવું તે. ૭. યથાસંવિભાગવ્રત –