________________
૫૦
શ્રી મહાવીર કથા લીધા. પણે પણ પેલી કોડી કોઈએ ઉપાડી લીધેલી, એટલે તેનાં તે કોડી અને રૂપિયા બંને ગયાં!
અરે, કેરી માટે રાજ્ય તેમજ જીવ બંને બાનાર રાજાને દાખલે જ જુઓને ! તે રાજાને ઘણી કેરીઓ ખાવાથી વિપૂચિકા રેગ થયાવેદોએ મહામહેનતે તે દૂર કર્યો; પણ ભવિષ્યમાં કદી કેરી ન ખાવી, એવી તેને તાકીદ આપી. પરંતુ બીજું સર્વ રાજ્યસુખ ભોગવતા હોવા છતાં, તેનું મન કેરી માટે ઝાવાં નાખતું. છેવટે એક દિવસ મન કાબૂમાં ન રહેતાં તેણે પુષ્કળ કેરીઓ ખાઈ લીધી અને જાન તેમજ રાજ્યસુખ ખોયાં.
સંસારના મૂઢ લોકે પણ ૧૦૦ વર્ષ કરતાં ઓછા આયુષ્યનાં તુચ્છ માનુષી કામસુખો માટે હજાર ગણું ઉત્તમ દૈવી આયુષ્યવાળાં કામસુખ કે કાયમનું નિર્વાણસુખ ગુમાવે છે.
ત્રણ વાણિયાની વાત છે. એકસરખી મૂડી લઈને ત્રણે જણ વેપાર કરવા નીકળ્યા. તેમાંનો એક જણ મૂડી ઉપરાંત ઘણે લાભ મેળવી પાછો આવ્યા; બીજે મૂળ મૂડી સાથે જ પાછા આવ્યા, અને ત્રીજે તે મૂડી ખાઈને જ પાછો આવ્યો. તેની પેઠે સંસારના લેકે પણ ત્રણ પ્રકારે વર્તે છે: કેટલાક વિપુલ સદાચાર, શીલ અને વિશેષતાવાળા પુરુષાથી લકે સત્કર્મ કરી, પહેલા વાણિયાની પેઠે, મૂળ મૂડી (મનુષ્યપણા) ઉપરાંત (દેવપણાનો) લાભ પામીને મરી જાય છે; બીજ કેટલાક સામાન્ય લોકો સદાચરણ અને સુરત આચરી, બીજા વાણિયાની પેઠે મૂળ મૂડી સાથે જ (ફરી પાછું મનુષ્યપણું પ્રાપ્ત થાય તેટલું પુણ્યકર્મ કરી) મરી જાય છે. ત્યારે કેટલાક અજ્ઞાની અને દુરાચારી લે. ત્રીજા વાણિયાની પેઠે મનુષ્યપણું પણ હારી બેસે છે, અને નવે જન્મ નરકગતિ કે પશુજન્મ જ પ્રાપ્ત થાય તેવાં કર્મ બાંધીને મરે છે.
માટે હાનિલાભને વિચાર કરી. બુદ્ધિશાળી પુરૂ પોતાના ઐહિક જીવનનો સદુપયોગ કરવો જોઈએ.”