________________
રાજગૃહમાં આગમન
૨ કામભોગે મેળવવા લૂંટફાટ, ચોરી, જૂઠ, ક્રૂરતા અને શઠતાને આશરે લેતાં પણ ન ખચકાતો વિહરે છે. બકરાનું ખરું થયેલું માંસ ખાઈ ખાઈ, સુરા પી, તે રાતોમા, દુંદવાળો તથા લેહીભરેલે લાલચળ થયાં જાય છે. પરંતુ તે મૂઢ મનુષ્ય જાણતા નથી કે પોતે નરકમાં કપાવા માટે તૈયાર થઈ રહ્યો છે. - “પછી આસન, શયન, વાહન, ધન અને બીજા કામો ભોગવીને, દુષ્પાપ ધનને પાછળ મૂકીને, તથા ઘણું પાપ ભેગું કરીને, આ દશ્યમાન જગત અને તેનાં સુખોની જ પહોંચવાળો તે પ્રાણુ, અતિથિ આવ્યે શેક કરતા ઘેટાની પેઠે, મૃત્યુ સમયે શેક કરે છે. ત્યારબાદ આયુષ્યનો ક્ષય થયે, પરવશ બની, તે અંધારી આસુરી દિશામાં જાય છે, તથા આપત્તિ અને વધ જેમાં મુખ્ય છે એવી નરકની અને પશુપંખી આદિની અધમ નિઓ પામે છે. એક વાર એ દુર્ગતિમાં ગયા પછી, તેમાંથી બહાર આવવું ઘણું લાંબા કાળ સુધી અશક્ય છે.
તે માણસ કેના જેવો છે? પેલા મૂખ જેવ, કે જે કેડી સાટે હજાર રૂપિયા ગુમાવી આવ્યો. એક માણસ હજાર રૂપિયા કમાઈ પિતાને દેશ પાછો ફર્યો. રસ્તામાં તેને એક સંઘને સાથે મળી ગયો. તેણે પિતાના હજાર રૂપિયામાંથી એક રૂપિયે વટાવીને વાટખર્ચે સારુ કેડીઓ લીધી, અને તેટલા વડે જ મુસાફરી પૂરી કરવી એવું નક્કી કર્યું. પરંતુ એક વખત રસ્તામાં જ્યાં તે ખાવા બેઠો હતો, ત્યાં એક કેડી ભૂલી ગયો. થોડે દૂર ગયા બાદ બીજો પડાવ નાખ્યો ત્યારે તે વાતની તેને ખબર પડી. તેણે વિચાર્યું કે, એ એક કેડી માટે બીજે રૂપિયા વટાવવો પડશે. માટે મારા રૂપિયા એક ઠેકાણે દાટી દઈ જલદી જલદી પેલી કેડી લઈ આવું. તે રૂપિયા દાટતો હતો, તેટલામાં કોઈએ તેને જોયો. એટલે તેના ગયા પછી તેણે તે રૂપિયા તેની ગેરહાજરીમાં ત્યાંથી કાઢી