SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગૃહમાં આગમન ર૩૯ તેણે નંદાને ધામધૂમથી મહેલમાં તેડાવી અને અભયકુમારને પિતાની બહેન સુસેનાની પુત્રી વેરે પરણાવીને પિતાના મંત્રીઓને પ્રમુખ બનાવ્યું. ૩ઃ અજાતશત્રુ રૂણિક વૈશાલીના ગણરાજ ચેટકને પૃથા નામની રાણીથી સાત પુત્રીઓ થઈ હતી. તેમાંથી પાંચ તો જુદા જુદા રાજાઓ વેરે પરણી ચૂકી હતી માત્ર સુકા અને ચેલ્લણ એ બે કુંવારી હતી. [જુઓ આગળ પા ૭૭] એક વખત સુકાનું ચિત્ર જોવામાં આવતાં, તેના સ્વરૂપથી મોહિત થઈ, શ્રેણિકે પિતાની સાથે લગ્ન કરવા તેનું માથું કર્યું. પરંતુ ચેટકે તેને હલકા કુળનો ગણી, તેના માગાને અસ્વીકાર કર્યો. આથી શ્રેણિક ઘણે ખિન્ન થઈ ગયું. પરંતુ અભયકુમારે પિતાને આશ્વાસન આપ્યું, અને અમુક પેજના નક્કી કરી તે છાને વેશે વૈશાલીમાં આવ્યું. ત્યાં આવી તેણે કેઈ પણ રીતે દાસીઓ વગેરે દ્વારા શ્રેણિક રાજાનું સૌંદર્યપૂર્ણ ચિત્ર સુકાની નજરે પહોંચાડયું. સુપેઠા પણ શ્રેણિક ઉપર આસક્ત થઈ. પછી અભયકુમારે ચેટકના અંતઃપુર સુધી એક સુરંગ ખોદાવી; અને સુકાને બધી વાતની ખબર આપીને તૈયાર રહેવા જણાવ્યું. યથાકાળે શ્રેણિક રાજા પિતાના ૩૨ અંગરક્ષકેલ સહિત તે સુરંગમાં રથ લઈને આવ્યો. સુભેછા શ્રેણિકને જોઈ અત્યંત આનંદિત થઈ. પછી તે પિતાની પ્રિય બહેન ચલ્લણાની રજા લેવા ગઈ. ત્યારે ચેલ્લણાએ જણાવ્યું કે, હું પણ તારી સાથે આવીશ, કારણ કે, હું તારા વિના એકલી રહી શકીશ નહીં. તેના આવા પ્રેમભર્યા આગ્રહને વશ થઈ, સુપેછા તેને લઈ સુરંગના દ્વાર પાસે આવી; પરંતુ અચાનક રત્નનો કરંડિયે લાવવાનું ૧. નાગરથિક તથા સુલસાના એક સાથે જન્મેલા ૩૨ પુ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy