________________
૨૧૪
શ્રી મહાવીર કથા વાસ્તવિક છે. જીવને અજ્ઞાન વગેરેથી વાસ્તવિક બંધ થાય છે, તથા તેને કારણે તે વાસ્તવિક સુખ-દુઃખ અનુભવે છે. તે જ જીવ પછી જ્ઞાની પુરુષોના માર્ગનું અવલંબન લઈ કર્મોમાંથી મુક્ત થઈ શકે છે, તથા પોતાની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એક વાર તે પ્રમાણે મુક્ત થયા પછી ફરી બંધ સંભવતો નથી. પરંતુ એ દલીલને આધારે એમ કહેવું કે, મેક્ષ થતા પહેલાં પણ તેને બંધ વાસ્તવિક નહોતો, તો એ એગ્ય નથી. બંધ અને મેક્ષ કાલ્પનિક જ હોય, અને જીવ તો સ્વભાવે નિત્ય શુદ્ધબુદ્ધ અને મુક્ત હોય, તો પછી આ બધું બંધજનિત સંસારભ્રમણ તથા મોક્ષ માટે ઉત્કટ સાધના કરવાપણું શાને રહે?”
મંડિક પણ મહાવીરને અનુયાયી થયા.
હવે મૌર્યપુરને વારે આવ્યું. તેને દેવાના અસ્તિત્વ વિષે સંશય હતો. મહાવીરે તેને પોતાનો પ્રત્યક્ષ અનુભવ કહી બતાવીને જણાવ્યું કે, દેવયોનિ છે જ. આ જીવનમાં પુણ્યકર્મ કરનારને બીજે જન્મે અવશ્ય સ્વર્ગની સમૃદ્ધિ તથા દિવ્ય સુખભેગ પ્રાપ્ત થાય છે.
- ત્યાર પછી અકંપિતને વારે આવ્યો. તેને નરકના અસ્તિત્વ વિષે શંકા હતી. મહાવીરે પણ તેને પોતાનો પ્રત્યક્ષ અનુભવ કહી બતાવીને જણાવ્યું કે, પાપકર્મ કરનારને બીજે જન્મ નરકનિનાં દુઃખ અવશ્ય ભોગવવા પડે છે.
અલભ્રાતાને સ્વર્ગ-નરક પ્રાપ્ત કરાવનાર કહેવાતાં પુણ્ય-પાપ વિષે જ સંશય હતો. તેને એમ લાગતું કે, આ જગતમાં પુણ્ય અને પાપ એવો ભેદ નાહક જ કલ્પી લેવામાં આવ્યા છે. આ જગતમાં પ્રયત્ન કરી બને તેટલું સુખ ભોગવવું, એ જ એકમાત્ર પુરુષાર્થ છે; અમુક કાર્યો પુણ્યરૂપ હાઈ કરવાગ્ય છે, અને અમુક કાર્યો પાપરૂપ હોઈ ત્યાગવા યોગ્ય છે, એવું કહેવું એ નરી મૂર્ખતા છે.